SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૪-૨૫ મારે પાપ નથી કરવું,” તેવો તીવ્ર સંકલ્પ કરવા અર્થે “છ અક્ષરનો પ્રયોગ છે. હવે ત્રીજા ‘મિ' અક્ષરનો અર્થ કરે છે – “ચારિત્રની મર્યાદામાં રહેલો હું.” એનાથી એ પ્રાપ્ત થાય કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગકાળમાં ચારિત્રની મર્યાદારૂપ સંયમના પરિણામમાં ઉપયુક્ત થઈને મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવાનો છે. તેથી જે સાધુ ચારિત્રમાં સ્કૂલના થયા પછી ફરી ચારિત્રને અનુકૂળ સંવરનો પરિણામ કરીને “મિચ્છા મિ દુક્કડમ્' આપે તો તેનું પાપ નાશ પામી શકે. હવે ચોથા “દુ અક્ષરનો અર્થ કરે છે - “દુષ્કૃત કર્મને કરનાર એવા મારા આત્માની હું જુગુપ્સા કરું છું.” મિચ્છા મિ દુ’ આ ચાર અક્ષરોથી એક શાબ્દબોધ થાય છે. તે આ પ્રમાણે – મૃદુમાર્દવમાં રહેલો, પૂર્વમાં થયેલાં પાપને ફરી નહિ સેવવાના પરિણામવાળો, ચારિત્રની મર્યાદામાં રહેલો એવો હું, પૂર્વમાં કરાયેલા દુષ્કતને કરનાર એવા મારા આત્માની જુગુપ્સા કરું છું.” આ પ્રકારનો અધ્યવસાય કરવાથી પ્રમાદી એવા પોતાના આત્મા પ્રત્યે જુગુપ્સા થાય છે અને તેથી પ્રમાદના સંસ્કારો નાશ પામે છે. “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના પાંચમા અક્ષર ‘વ’ નો અર્થ કરે છે – ‘વ’ અક્ષરનો અર્થ “મારા વડે પાપ કરાયેલું છે અન્ય વડે નહિ” એવો કરવાનો છે. અને આ એક અક્ષરથી એક શાબ્દબોધ થાય છે, તે આ પ્રમાણે – ભૂતકાળમાં પોતે પાપ કર્યું છે, તે પોતાના પાપને પાપરૂપે સ્વીકારવાનો અધ્યવસાય થાય તેવો બોધ ‘' અક્ષરથી થાય છે. અહીં વિશેષ એ છે કે, જીવ પોતે પાપ કરવાને અભિમુખ જે ભાવથી થયો તેને, જે ક્રમથી તે પાપ પોતે કર્યું તેને, પાપ કરતી વખતે જે જે પ્રકારના અધ્યવસાય તેને થયા તે સર્વને, સ્મૃતિમાં લાવીને યોગ્ય ગુરુ પાસે પોતાને નિવેદન કરવું છે, તેવા પ્રકારનો નિર્મળ કોટિનો અધ્યવસાય, ‘’ અક્ષરના શાબ્દબોધથી થયેલ પોતાના પાપસ્વીકૃતિના પરિણામથી, ‘' અક્ષરાર્થમાં ઉપયુક્તને થાય છે. મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના છઠ્ઠા અક્ષર ‘કુ' નો અર્થ કરે છે – “ઉપશમના પરિણામથી તે પાપનું ઉલ્લંઘન કરું છું.” આ પ્રકારે ‘કુ અક્ષરથી એક શાબ્દબોધ થાય છે, અને તે અર્થના બોધથી પાપના વિરુદ્ધ એવા ઉપશમના પરિણામમાં યત્નવાળો જીવ થાય છે, જેથી તે થયેલું પાપ અવશ્ય નાશ પામે છે. મૂળ ગાથા-૨૪માં અને ૨પના પૂર્વાર્ધમાં કહેલ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના પ્રત્યેક અક્ષરના અર્થ ટીકામાં બતાવ્યા. હવે ગાથા-૨૫ના ઉત્તરાર્ધમાં તેનું નિગમન કરેલ છે, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે – “મિચ્છાવ' એ પ્રકારના પ્રાકૃત શૈલીના વચનથી અને ગાથાના અનુલોમથી=ગાથાના ક્રમથી, ‘મિચ્છા મિ દુક્કડં એ પ્રકારના પ્રયોગમાં જે વર્ષો છે, તે વર્ષોના અનન્તરમાં કહેલો આ અર્થ સંક્ષેપથી અભિધેય છે. આશય એ છે કે, “ મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રકારના પ્રયોગમાં દરેક અક્ષરનો અર્થ વિસ્તારથી કરીએ તો ઘણો ગંભીર અર્થ છે; કેમ કે મૃદુમાર્દવતા કે દોષછાદનના ભાવો ખરેખર શું છે, તેનું વર્ણન કરવામાં આવે તો ઘણું બધું વક્તવ્ય થાય. તેથી ગ્રંથકાર કહે છે કે, અમે સંક્ષેપથી ઉપરમાં વર્ણન કર્યું એ અર્થ “ મિચ્છાદુક્કડ' શબ્દના પ્રત્યેક અક્ષરનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy