________________
૧૨૨
મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૩ ફાંસી ઉપર ચડાવવા છતાં દેવતાએ તે ફાંસીને નિષ્ફળ બનાવી અને આકાશવાણી કરી કે, “આ શ્રેષ્ઠીપુત્રે કરેલું પાપ તેના પશ્ચાત્તાપથી નાશ પામી ગયું છે, માટે તે સજાપાત્ર નથી.”
આ દૃષ્ટાંતમાં શ્રેષ્ઠીપુત્રને માર્ગાનુસારી બુદ્ધિથી થયેલા તીવ્ર પશ્ચાત્તાપથી ચોરીનું પાપ નાશ પામેલ છે. પરંતુ દક્ષ વ્યક્તિ પણ ‘મિચ્છા મિ દુક્કડમ્’ને બદલે તે અર્થને કહેનારા અન્ય પ્રયોગને કરે અને તે અક્ષરોને અવલંબીને પરિણામમાં સુદૃઢ યત્ન કરે, તો પણ ‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યમાંથી જે પ્રકારનો વિશેષ અર્થબોધ થાય છે, તેવો અર્થબોધ અન્ય પ્રયોગમાં નહિ હોવાથી પ્રાયઃ વિશેષ સંવેગ થતો નથી. માટે દક્ષ વ્યક્તિને ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કહેવાનો ગાઢ આગ્રહ હોય છે.
આ આખું કથન નિશ્ચયનયને અભિમત સામાચારીનું છે અને નિશ્ચયનય ‘કાર્યને કરે તેવા કારણને કારણરૂપે સ્વીકારે છે, અન્ય કારણને નહિ.’ તેથી જે વ્યક્તિ દક્ષ હોય તેને સામાચારીના અધિકારી તરીકે સ્વીકારે છે. આવી દક્ષ વ્યક્તિ મિથ્યાકાર સામાચારીનું સેવન કરે ત્યારે તેનું થયેલું પાપ અવશ્ય નાશ પામે છે અને તેના આત્મામાં થયેલા પાપના સંસ્કારો પણ નાશ પામે છે. માટે તેના ઉપાયભૂત એવા ‘મિચ્છા મિ દુક્કડં’ એ પ્રકારના પ્રયોગને મિથ્યાકાર સામાચારી કહે છે.
દક્ષ સિવાયના અન્ય જીવોને નિશ્ચયનય સામાચારીના અધિકારી તરીકે સ્વીકારતો નથી. આમ છતાં, જેને પાપ પ્રત્યે જુગુપ્સા થઈ છે તેવી વ્યક્તિ, જો પાપની નિંદા, ગહ કરીને પાપ નાશ કરવા અર્થે અદક્ષ અવસ્થામાં પણ પ્રયત્ન કરે, તો તેને વ્યવહારનય સામાચારીના અધિકારી તરીકે સ્વીકારે છે; કેમ કે વારંવાર દુષ્કૃતની ગર્હા, નિંદા કરીને અદક્ષ વ્યક્તિ પાપનો નાશ ન કરી શકે, તો પણ પાપને શિથિલ કરી શકે છે. II૨૩ અવતરણિકા :
अथ यतः परमानन्दनिदानं विशिष्टसंवेगः समुल्लसति, कोऽयमुक्तप्रयोगस्याक्षरार्थः ? इत्याकाङ्क्षायामेतदर्थाभिधायकं निर्युक्तिगतमेव गाथाद्वयं लिखति
અવતરણિકાર્ય =
હવે જેનાથી=“મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગના અક્ષરાર્થના બોધથી, પરમાનંદનું કારણ વિશિષ્ટ સંવેગ ઉલ્લસિત થાય છે, ત્યાં કોઈ પ્રશ્ન કરે છે, આ ઉક્ત પ્રયોગનો અક્ષરાર્થ શું છે ? આ પ્રકારની શંકામાં, આ અર્થને કહેનાર=‘મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરના અર્થને કહેનાર, નિર્યુક્તિગત જગાથાયને લખે છે
-
* ‘વિશિષ્ટસંવે’ કોઈ વ્યક્તિ ‘મિચ્છા મિ દુક્કડમ્'ને બદલે તે અર્થને કહેનાર અન્ય પ્રયોગ કરે તો સામાન્ય સંવેગ ઉત્પન્ન થાય છે, અને પ્રત્યેક અક્ષરના બોધપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરે તો વિશિષ્ટ સંવેગ ઉત્પન્ન થાય છે. તે બતાવવા માટે મોક્ષનું કારણ એવો સંવેગ પેદા થાય છે એમ ન કહેતાં વિશિષ્ટ સંવેગ પેદા થાય છે, એમ કહેલ છે.
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org