________________
મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૩
૧૨૧
સમયે તેના ભાવોની વૃદ્ધિ થાય છે; કેમ કે દક્ષ જીવ એકાગ્રતાપૂર્વક ભાવ નિષ્પન્ન થાય તે રીતે જ ‘મિચ્છા મિ દુક્કડમ્'નો પ્રયોગ કરે છે. તેથી અન્ય વિષયમાં માનસઉપયોગના સંચારનો અભાવ હોય છે અને બોલાતા અક્ષરોથી પેદા કરવાના પરિણામમાં તેનો ઉપયોગ વર્તે છે. તેથી તેવા પ્રકારના ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી થતા જ્ઞાનજન્ય સંવેગનો પરિણામ પ્રતિક્ષણ વૃદ્ધિ પામે છે.
હવે જો તે દક્ષ જીવ “મિચ્છા મિ દુક્કડમ્”ને બદલે “મારું પાપ મિથ્યા થાઓ” એ અર્થને કહેનારો અન્ય પ્રયોગ કરે તો તેવો ભાવ વિકલ્પે થાય છે; કેમ કે તેવા પ્રકારના ગુરુઉપદેશ આદિથી ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં પ્રત્યેક અક્ષરાદિથી કેવો ભાવ કરવો જોઈએ તેવો તેને બોધ હોય, અને તે બોધને પરતંત્ર થઈને માનસ ઉપયોગપૂર્વક અન્ય પ્રયોગ કરે તો સંવેગની વૃદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થાય છે; અને ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગના પ્રત્યેક અક્ષરાદિથી થયેલા અર્થનો જેવો બોધ છે, તેવા પ્રકારના ગુરુઉપદેશ આદિને પરતંત્ર તેનો માનસઉપયોગ ન હોય, પરંતુ ‘મિચ્છા મિ દુક્કડં' પ્રયોગને બદલે જે અન્ય પ્રયોગ કરે છે, તેના અર્થમાં ઉપયોગવાળો હોય, તો તેવા પ્રકારનો વિશેષ સંવેગ થતો નથી. તેથી કરીને દક્ષ જીવને પ્રાકૃત ભાષામાં વપરાતા ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં ગાઢ આગ્રહ છે. અને જે વળી દક્ષ નથી, તે પાપનાશ કરવા અર્થે ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કરવાનો અધિકારી જ નથી. તે ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરે કે અન્ય પ્રયોગ કરે તેમાં શું અપેક્ષા ? અર્થાત્ અનધિકારી વ્યક્તિ ગમે તે પ્રયોગ કરે, પણ ફળની પ્રાપ્તિ કરી શકે નહિ.
‘તાવિધનુરૂપવેશવિ’ અહીં‘તાવિધનુરૂપવેશવિ’ કહ્યું તેનો ભાવ એ છે કે, ગુરુ કેવા અધ્યવસાયપૂર્વક મિથ્યાકાર સામાચારી સેવવાની છે તે કોઈ દક્ષ વ્યક્તિને સમજાવે, અને દક્ષ વ્યક્તિને તેવો બોધ હોય અને તે બોધને પરતંત્ર થઈને અન્ય પ્રયોગ કરે તો પણ મિથ્યાકાર સામાચારીમાં અપેક્ષિત ભાવોને તે ઉલ્લસિત કરી શકે છે. ‘તાવિધનુરૂપવેશવિદ’ પદમાં ‘વિ’ પદથી તેવા પ્રકા૨ની સ્વાભાવિક માર્ગાનુસારી બુદ્ધિનું ગ્રહણ કરવાનું છે. તેથી કોઈ વ્યક્તિને ગુરુઉપદેશ આદિ પ્રાપ્ય ન હોય, પરંતુ પાપનાશ કરવા માટે કેવો અધ્યવસાય ક૨વો જોઈએ તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ હોય, અને તેને પરતંત્ર થઈને ‘મિચ્છા મિ દુક્કડમ્’ ને બદલે અન્ય પ્રયોગ કરે તો પણ પાપ નાશ થાય છે. આ સંબંધમાં ઉપદેશપદમાં દૃષ્ટાંત આવે છે, તે સંગત થાય છે. તે આ પ્રમાણે છે -
કોઈક શ્રેષ્ઠીપુત્રને કોઈક તેવા પ્રકારના ચોરી કરનારા મિત્રોની સાથે સંબંધ થવાથી તે ચોરીમાં પ્રવૃત્ત થયો, અને ચોરી કર્યા પછી તેને “હું કેવો કુલવાન પુત્ર ! અને ક્યાં આ ચોરીનું મારું પાપ !”, એવો તીવ્ર પશ્ચાત્તાપ થાય છે અને તે તીવ્ર પશ્ચાત્તાપના પરિણામને કારણે તેનું કરેલું ચોરીનું પાપ નાશ પામે છે. ત્યારબાદ યોગાનુયોગ તે સર્વ ચોરો પકડાયા ત્યારે તેમાંથી કોઈ જ પોતે ચોરી કરી છે તેવું કબૂલ કરતા નથી, એટલે રાજાએ દિવ્ય કરવાનું કહ્યું. તે દિવ્યમાંથી બીજા ચોરો પસાર ન થઈ શક્યા, પરંતુ શ્રેષ્ઠીપુત્ર દિવ્યમાંથી પસાર થાય છે, તેથી તે નિર્દોષ છે તેમ સિદ્ધ થાય છે. આમ છતાં તે વિચારે છે કે, વાસ્તવિક રીતે તો મેં ચોરી કરી છે, તેથી હું શિક્ષાને પાત્ર છું. તેથી રાજાને કહે છે કે, “મેં ચોરી કરી છે, તેથી તે સર્વ ચોરોની જેમ મને પણ આપે સજા આપવી જોઈએ.” તેથી રાજાએ તેને પણ સર્વ ચોરોની જેમ ફાંસીની સજા આપવા કહ્યું. તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org