________________
૧૧૨
મિથ્યાકાર સામાચારી / ગાથા ૨૧ तदर्थसंप्रत्यय प्रयुक्त इति । तस्योक्तप्रयोगस्यार्थाः प्रत्येकाक्षरार्थपदार्थवाक्यास्तत्संप्रत्ययेन प्रयुक्त उच्चरित इति । एवं च विशिष्टज्ञानपूर्वकत्वेन प्रयोगान्तरादस्य विशेष इत्यवधेयम् ।।२१।। ટીકાર્ય :આ જ=“
મિચ્છા મિ દુક્કડમ” પ્રયોગ જ કેમ વિશેષ છે ? જેથી આ જ પ્રયોગનું વિશિષ્ટ નિર્જરાહતપણું છે, અન્ય પ્રયોગનું નહિ?
એથી કરીને અહીંયાં પણ આ જ પ્રયોગના વિશિષ્ટ નિર્જરાહેતુત્વની સિદ્ધિમાં પણ, હેતુગર્ભ વિશેષણને કહે છે – તે હેતુગર્ભ-વિશેષણ-પદ મૂળ શ્લોકમાં “તર્થસંપ્રત્યય યુp:” એ શબ્દથી કહેલ છે, અને તેનો અર્થ આ પ્રમાણે છે – તેના=ક્તિ પ્રયોગના=“મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રકારના પ્રયોગના, અર્થો પ્રત્યેક અક્ષરાર્થ, પદાર્થ અને વાક્યાર્થરૂપ અર્થો, તેના=અર્થોના, સંપ્રત્યય વડે સમ્યફ પ્રતીતિ વડે, પ્રયુક્ત=ઉચ્ચારાયેલો, એવો મિથ્થાકાર પ્રયોગ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે; એ પ્રકારે અવય છે. અને આ રીતે વિશિષ્ટ જ્ઞાનપૂર્વક “ મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ હોવાને કારણે પ્રયોગાત્તરથી આનો=“
મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગનો, વિશેષ છે=ભેદ છે, એ પ્રકારે જાણવું. N૨૧]
* ‘સત્રાવિ અહીં થી એ કહેવું છે કે, નિર્જરા હેતુ’ તો હેતુગર્ભ વિશેષણ છે પરંતુ અહીં પણ= નિર્જરાહેતુમાં પણ, હેતુગર્ભ વિશેષણને કહે છે. ભાવાર્થ :
‘ક’ થી શંકા કરેલ કે “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ જ થયેલાં પાપોના નાશ માટે કારણ છે, પરંતુ તે અર્થને કહેનારો એવો બીજો પ્રયોગ કેમ નહિ ? તેના સમાધાનરૂપે કહે છે –
“મિચ્છા મિ દુક્કડમ્” વાક્યના પ્રત્યેક અક્ષરોના અર્થો છે, પદોના અર્થો છે અને વાક્યનો અર્થ છે અને તે સર્વના બોધપૂર્વક, તે ભાવો ઉપસ્થિત થાય તેવી પ્રતીતિપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ કરવામાં આવે તો “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ તેના અર્થને કહેનારા અન્ય પ્રયોગ કરતાં વિશિષ્ટ નિર્જરાનું કારણ છે; કેમ કે અન્ય પ્રયોગમાં પ્રત્યેક અક્ષરાદિના અર્થોનો તે રીતે બોધ થતો નથી, જે રીતે “
મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગમાં બોધ થાય છે. તેથી “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો હેતુ છે અને તે જ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમુ” પ્રયોગ કરવામાં આવે તો તે અર્થને કહેનારા અન્ય પ્રયોગ કરતાં “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગથી વિશિષ્ટ નિર્જરા થાય છે, કેમ કે પ્રત્યેક અક્ષરાદિથી કરાયેલા જ્ઞાનથી જન્ય વિશિષ્ટ અધ્યવસાય “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગથી થાય છે, અન્ય પ્રયોગથી નહીં. માટે અન્ય પ્રયોગ કરતાં “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગની વિશેષતા છે.llરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org