________________
૧૧૧
મિથ્યાકાર સામાચારી/ ગાથાઃ ૨૧
અહીં પ્રશ્ન થાય કે, નિશ્ચયનય “મિચ્છા મિ દુક્કડપ્રયોગને જ મિથ્યાકાર સામાચારી કેમ કહે છે ? અન્ય પ્રયોગને મિથ્યાકાર સામાચારી કેમ નથી કહેતો ?
તેથી કહે છે –
જે કારણ કાર્યને કરતું હોય તે કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારે છે, અન્ય કારણને વ્યવહારનય કારણરૂપે સ્વીકારતો હોવા છતાં નિશ્ચયનય કારણરૂપે સ્વીકારતો નથી.
અહીં વિશેષ એ છે કે, નિશ્ચયનય અનેક પ્રકારના છે. અહીં “કાર્યને કરતું હોય તેને કારણ તરીકે સ્વીકારે, અન્યને નહિ” – એ પ્રકારના નિશ્ચયનયને આશ્રયીને “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને નિશ્ચયનય મિથ્યાકાર સામાચારી કહે છે. અને ગાથા-૩ માં સામાચારીનું લક્ષણ કરતાં વ્યવહારનયથી કહ્યું કે, ઈચ્છાકાર આદિ ૧૦ પ્રકારનો શબ્દપ્રયોગ એ સામાચારી છે, અને નિશ્ચયનયથી ચારિત્રાવણકર્મના ક્ષયોપશમ આદિથી ઉત્પન્ન થયેલો જીવનો પરિણામવિશેષ સામાચારી છે. ગાથા-૩માં બતાવેલ નિશ્ચયનયના સામાચારીના લક્ષણ પ્રમાણે “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને પણ વ્યવહારનય સામાચારી તરીકે સ્વીકારે છે, જ્યારે નિશ્ચયનય તો જીવના પરિણામવિશેષરૂપ મિથ્યાકાર સામાચારી સ્વીકારે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે, બાહ્ય આચરણાને સામાચારીરૂપે સ્વીકારનાર વ્યવહારનય છે અને નિર્જરાને અનુકૂળ જીવના પરિણામરૂપ સામાચારીને સ્વીકારનાર નિશ્ચયનય છે. તેથી તે નિશ્ચયનય જીવના પરિણામને સામાચારી માને છે; અને વ્યવહારનય, જે બાહ્ય આચરણાને સામાચારી સ્વીકારે છે, તેની કુક્ષિમાં પ્રવેશ કરીને “જે કારણ કાર્યને કરતું હોય” તેને કારણ સ્વીકારે તેવો નિશ્ચયનય ગ્રહણ કરીને અહીં નિશ્ચયનયથી “ મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને મિથ્યાકાર સામાચારી કહેલ છે.
આનાથી એ ફલિત થયું કે, બાહ્ય આચરણાને સામાચારી કહેનાર વ્યવહારનય અને જીવના પરિણામરૂપ સામાચારીને કહેનાર નિશ્ચયનય એ પ્રકારના ભેદને આશ્રયીને ગાથા-૩માં વિચારણા કરી છે. અને અન્ય સામાચારીથી મિથ્યાકાર સામાચારીને જુદી બતાવનાર વ્યવહારનય અને “કાર્યને કરતું હોય” તેને કારણ તરીકે સ્વીકારનાર નિશ્ચયનય એ પ્રકારના ભેદને આશ્રયીને નિશ્ચયનયને માન્ય જ “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને મિથ્યાકાર સામાચારી પ્રસ્તુત ગાથામાં કહેલ છે. તેથી મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના અર્થને કહેનારા એવા અન્ય વાક્યને નિશ્ચયનય મિથ્યાકાર સામાચારીરૂપે માનતો નથી, જ્યારે વ્યવહારનય “મિચ્છા મિ દુક્કડમ્” અર્થને કહેનારા એવા “વિતર્થ છે સુરાવરિત” ઈત્યાદિ પ્રયોગને પણ સામાચારી તરીકે સ્વીકારે છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, નિર્જરાનો હેતુ એવો “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ નિશ્ચય મિથ્યાકાર સામાચારી છે. ત્યાં થ' થી શંકા કરે છે –
ટીકા :
अथायमेव कुतो विशेष: ? यदस्यैव प्रयोगस्य विशिष्टनिर्जराहेतुत्वं नान्यस्येत्यत्रापि हेतुगर्भ विशेषणमाह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org