________________
૧૧૦
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૧ ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે કે, વાક્યનું અવધારણફળપણું હોવાને કારણે આવો અર્થ પ્રાપ્ત થાય છે.
* પ્રયોજાન્તરમપિ' માં ' થી એ કહેવું છે કે, “મિચ્છા મિ દુક્કડ'નો પ્રયોગ જ મિથ્યાકાર છે, અન્ય પ્રયોગ પણ નથી. ભાવાર્થ -
મૂળ ગાથામાં કહ્યું કે, તદ્અર્થના સંપ્રત્યયથી=બોધથી, પ્રયુક્ત એવો “મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર જાણવો. ત્યાં આ પ્રકારના વાક્યમાં ‘પ્રયોr Uવ’ એ પ્રમાણે ‘gવ કારનો પ્રયોગ નથી, તો પણ સર્વ વાક્યો અવધારણ ફળવાળાં જ હોય છે, એવો નિયમ છે. જેમ “ઘટ લાવ” એ પ્રયોગ કરાય ત્યારે ઘટ જ લાવ, એવો અર્થ ગ્રહણ કરવામાં આવે છે, તેમ પ્રસ્તુતમાં “
મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રયોગ જ નિશ્ચયથી મિથ્યાકાર છે, અન્ય પ્રયોગ નહિ, એવો અર્થ અહીં પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે, પૂર્વ ગાથામાં પ્રતિસ્વિક લક્ષણ કર્યું ત્યાં ખુલાસો કર્યો કે, “મિચ્છા મિ દુક્કડમ”ને બદલે “વિતર્થ એ દુરાચરિત” એ પ્રયોગ પણ મિથ્યાકાર સામાચારીરૂપ છે, એમ વ્યવહારનયની દૃષ્ટિએ સંગત છે, પરંતુ નિશ્ચયનય તો “મિચ્છા મિ દુક્કડમ્” સિવાયના અન્ય પ્રયોગને મિથ્યાકાર સામાચારી તરીકે સ્વીકારતો નથી. તેથી વાક્યને અવધારણ ફળવાળું કહીને “મિચ્છા મિ દુક્કડમ્” સિવાયના અન્ય પ્રયોગને મિથ્યાકાર સામાચારીરૂપે નિષેધ કરે છે અને તેનું તાત્પર્ય ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. ટીકાઃ
___ अत्र हेतुगर्भ विशेषणमाह - निर्जराहेतुरिति । मिथ्याचारसमर्जितपापकर्मक्षयकरत्वादयमेव नैश्चयिको मिथ्याकारो नान्यः, निश्चयेन फलकारिण एव कारणस्याभ्युपगमादिति भावः । ટીકાર્ય :
અહીં='
મિચ્છા મિ દુક્કડ' એ પ્રયોગ નિશ્ચય મિથ્થાકાર છે એ કથનમાં, હેતુગર્ભ વિશેષણને કહે છે: “નિર્જરા હેતુ એ મૂળ ગાથામાં હેતુગર્ભ વિશેષણ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
મિથ્યાચારથી પ્રાપ્ત થયેલા પાપકર્મને ક્ષય કરનાર હોવાથી આ જ="મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રયોગ જ વૈચ્છયિક મિથ્થાકાર છે, અન્ય નહિક વિતર્થ ને દુરારિત ઈત્યાદિ અન્ય પ્રયોગ નહીં; કેમ કે નિશ્ચયતાથી ફળને કરનારા જ કારણનો સ્વીકાર છે, એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ :
મૂળ ગાથામાં નિશ્ચય-મિથ્યાકાર-સામાચારીના વિશેષણરૂપ નિર્જરા હેતુ’ એ પદ , પરંતુ તે વિશેષણ હેતુગર્ભ હોવાથી પંચમી વિભક્તિમાં તેનો અર્થ કરવાનો છે.
તેથી એ અર્થ પ્રાપ્ત થાય છે, નિર્જરાનો હેતુ હોવાથી–મિથ્યાચારના સેવનથી પ્રાપ્ત થયેલા પાપકર્મનાક્ષયને કરનાર હોવાથી, “મિચ્છામિ દુક્કડમ્” એ પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર સામાચારી છે, અન્ય પ્રયોગ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org