________________
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૧
૧૦૯
થાય તેવું લક્ષણ કરે છે. તેથી વ્યવહારનયનું લક્ષણ અન્ય સામાચારીથી મિથ્યાકાર સામાચા૨ીનો ભેદ શું છે ? તે બોધ કરાવીને ચરિતાર્થ થાય છે. એ પ્રકારનો નિશ્ચયનયનો અને વ્યવહારનયનો સામાચારીના સ્વીકારમાં
ભેદ છે.
ગાથા:
છાયાઃ
यो निर्जराहेतुः 'मिच्छामी दुक्कडं' इति प्रयोगः । निश्चयमिथ्याकारस्तदर्थसंप्रत्ययप्रयुक्तः । । २१ ।।
અન્વયાર્થ :
यो णिज्जरहेऊ 'मिच्छामी दुक्कडं' इय पओगो । णिच्छ्यमिच्छाकारो तयट्ठसंपच्चयपउत्तो ।।२१।।
તયકુસંપયપઽત્તો=તદર્થ સંપ્રત્યયપ્રયુક્ત=‘મિચ્છા મિ દુક્કડં' શબ્દના અર્થની સમ્યક્ પ્રતીતિથી પ્રયુક્ત શિષ્નરહે=નિર્જરાનો હેતુ ‘મિચ્છામી દુવનું’ પોળો=‘મિચ્છા મિ દુક્કડં' એ પ્રકારનો પ્રયોગ નિચ્છમિચ્છાારો નિશ્ર્ચયનયથી મિથ્યાકાર તૈયો=જાણવો. ।।૨૧।
ગાથાર્થ --
તદર્થની સમ્યક્ પ્રતીતિથી પ્રયુક્ત, નિર્જરાનો હેતુ ‘મિચ્છા મિ દુક્કડં' એ પ્રકારનો પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર જાણવો. ।।૨૧।।
નોંધ :- અહીં ‘મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર છે, અને તેમાં હેતુ કહે છે ‘નિષ્નરહે’, અને નિર્જરાનો હેતુ કેમ છે, તેમાં હેતુ કહે છે - ‘તયટ્ટસંપન્વયવત્તો’.અહીં નિષ્નરહે અને તયટ્ટસંપન્વયપત્તો આ બંને મિથ્યાકાર સામાચારીનાં વિશેષણ છે; પરંતુ હેતુઅર્થક વિશેષણ છે, તેથી પંચમી અર્થક છે.
ટીકાઃ
‘णेयो त्ति' । ‘मिच्छा मी दुक्कडं' इति प्रयोग एव निश्चयमिथ्याकारो ज्ञेयः, न तु तदर्थकप्रयोगान्तरमपीत्यवधारणफलत्वाद् वाक्यस्य लभ्यते ।
ટીકાર્ય :
‘ખૈયો ત્તિ’। ગાથાનું પ્રતિક છે.
“મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રમાણે પ્રયોગ જ નિશ્ચયનયથી મિથ્યાકાર જાણવો, પરંતુ “મિચ્છા મિ દુક્કડમ્” એ અર્થને કહેનાર એવો પ્રયોગાન્તર પણ મિથ્યાકાર સામાચારી નથી, એ પ્રકારનો અર્થ ‘વ’કારથી પ્રાપ્ત થાય છે. પરંતુ મૂળ ગાથામાં ‘ચ પોર્નો’શબ્દ પછી ‘વાર' કહેલ નથી. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org