________________
૧૦૨
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૯ ટીકા :
इच्छाकारं ति । इच्छाकारम्-'अहं तवेच्छयाऽऽहारमानयामि' इत्यादिरूपं कृत्वा लब्धिविरहेऽपि= आहाराद्यलाभेऽपि, अदीनमनस:-पश्चात्तापानाक्रान्तचेतसः, भावदानेन ध्रुवं निश्चितं, विपुलो निर्जरालाभो भवति । द्रव्यदानं हि आहारादिदानरूपमनैकान्तिकमनात्यन्तिकं च । भावदानं तु तत्प्रतिपक्षमिति न ततो निर्जराप्रच्यवः । न हि शक्त्यनिगृहनभावयोः फलव्यभिचारित्वमस्ति ।
ટીકાર્ય :
ચ્છાકાર તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
“હું ઈચ્છાપૂર્વક તમારો આહાર લાવી આપું છું” - ઈત્યાદિ રૂપ ઈચ્છાકાર કરીને લબ્ધિના વિરહમાં પણ આહારાદિની અપ્રાપ્તિમાં પણ, અદીલ મનવાળો=પશ્ચાત્તાપથી અનાક્રાન્ત ચિત્તવાળો, ભાવદાન વડે વનિશ્ચિત, વિપુલ નિર્જરાલાભવાળો થાય છે; જે કારણથી આહારદિદાનરૂપ દ્રવ્યદાન અનેકાંતિક અને અનાત્યંતિક છે. વળી ભાવદાન, તેનું દ્રવ્યદાનનું, જે સ્વરૂપથી અનેકાંતિક અને અતાત્યંતિક છે તેનું, પ્રતિપક્ષ છે=વિપરીત છે, અર્થાત્ એકાંતિક અને આત્યંતિક છે. એથી કરીને તેનાથી=ભાવદાનથી, નિર્જરાનો પ્રચ્યવ નથી=નિર્જરાનો અભાવ નથી અર્થાત્ નિર્જરા નક્કી થાય છે; જે કારણથી શક્તિનું અતિગૃહનનું અગોપનનું, અને ભાવનું ફલવ્યભિચારીપણું નથી=નિર્જરારૂપ ફળ સાથે વ્યભિચારીપણું નથી=નિર્જરારૂપ ફળ થાય છે.
* હીરાધનામેગપિ તથા ‘હીરવિવાનાં આ બંને પદમાં “આદિ' થી વસ્ત્રપાત્રનું ગ્રહણ કરવું. ભાવાર્થ
કોઈ સાધુ અન્ય કોઈ ગુણવાન સાધુની ભક્તિ કરવાના અધ્યવસાયવાળો હોઈ તેમને કહે કે, “હું ઈચ્છાપૂર્વક તમારો આહાર લાવી આપું છું” આ રીતે ઈચ્છાકાર કરીને વિધિપૂર્વક આહાર ગવેષણામાં યત્ન કરે, છતાં પણ આહારાદિનો લાભ ન થાય તો “મારો આ સર્વ પરિશ્રમ વિફળ ગયો” એ પ્રકારના પશ્ચાત્તાપના પરિણામથી અનાક્રાંત હોય તો તેનામાં વર્તતા ભાવદાનના પરિણામને કારણે નિશ્ચિત વિપુલ નિરાલાભ થાય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, ભક્તિના અધ્યવસાયવાળા સાધુએ ગુણવાન સાધુને ભિક્ષા લાવીને હજુ આપેલ નથી, તેથી ભિક્ષાની પ્રાપ્તિથી તેમને જે સંયમનો ઉપખંભ થવાનો હતો તેની પણ પ્રાપ્તિ થઈ નહીં, તેથી પોતે જે અપેક્ષા રાખેલ તે કાર્ય પણ તે કરી શક્યો નથી, માત્ર ઈચ્છાકારનો પ્રયોગ કરી શક્તિને ગોપવ્યા વિના વિધિપૂર્વક ગોચરી લાવવા માટે તેણે યત્ન કર્યો, પરંતુ દ્રવ્યદાનની પ્રાપ્તિ થઈ નહીં, છતાં તેને વિપુલ નિર્જરા થઈ, તેમ કેમ કહેવાય ? તેથી કહે છે –
અહીં આહારાદિદાનરૂપ દ્રવ્યદાન નિર્જરારૂપ ફળ પ્રત્યે અનેકાંતિક અને અનાત્યંતિક છે, જ્યારે ભાવદાન નિર્જરારૂપ ફળ પ્રત્યે એકાંતિક અને આત્યંતિક છે. એથી કરીને તે સાધુના ભાવદાનથી તે સાધુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org