________________
૧૦૦
ઈચ્છાકાર સામાચારી/ ગાથા: ૧૮ જોઈએ, જે કારણથી કુલઆયત્ત એવા તે પુરુષનું આદરથી રક્ષણ કરવું જોઈએ. તુંબ વિનષ્ટ થયે છતે આરાઓ સાધારકા=આધારવાળા, થતા નથી.
» ‘મા’ - પ્રાકૃત શબ્દકોષમાં ‘’ નો અર્થ પ્રાથૂર્ણક (મહેમાન) એમ આપેલો હોવાથી અહીં તે પ્રમાણે અર્થ કરેલ છે.
ઉત્થાન :
આ આખી ગાથાના તાત્પર્યનું નિગમન કરતાં કહે છે – ટીકા :
एवं चैतावदोषान् पर्यालोच्योक्तदोषाभासं च पर्यालोच्य स्वयमेव वैयावृत्त्यकरणमाचार्यस्यानुचितमिति માવઃ II૧૮TI ટીકાર્થ:
અને આ રીતે-આટલા દોષોનું પર્યાલોચન કરીને આચાર્ય સ્વયં વૈયાવૃત્ય કરે અને શિષ્યો પાસે ન કરાવે તો શું શું દોષો થાય તે વાત પૂર્વમાં બતાવી, તે સર્વ દોષોનું પર્યાલોચન કરીને, અને ઉક્ત દોષાભાસનું પર્યાલોચન કરીને પોતે ખરંટતાદિ કરે તેમાં પોતાને પ્રદ્વેષ થાય છે તે ખરેખર દોષ નથી પરંતુ દોષાભાસ છે તેવા દોષાભાસનું પર્યાલોચન કરીને, આચાર્યએ સ્વયં વૈયાવૃત્ય કરવું અનુચિત છે, એ પ્રકારનો ભાવ છે. ૧૮
ભાવાર્થ :
જો આચાર્ય સ્વયં ઉપધિપડિલેહણાદિ પોતાનું વૈયાવચ્ચ કરે, તો નીચેના દોષો પ્રાપ્ત થાય છે : (૧) શિષ્યો સ્વહસ્તે અવિનીત કરાય છે, (૨) સૂત્રાર્થની હાનિ થતાં સ્વને અને શાસનને લાભપંચના, (૩) પ્રવચનની લઘુતા, (૪) પોતાને પણ નિર્જરાની અપ્રાપ્તિ અને (૫) શિષ્યોને પણ નિર્જરાની અપ્રાપ્તિ.
હવે દોષાભાસથી શું ગ્રહણ કરવું તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. હકીકતમાં ખરંટનામાં ભગવાનની આજ્ઞાના સ્મરણથી નિયંત્રિત ઠેષ છે, શિષ્યોને વિનયસંપન્ન બનાવી નિર્જરાના ભાગી બનાવવા માટે શ્રેષ છે. આચાર્ય જેમ સ્વયં આત્મકલ્યાણ માટે સુદઢ યત્ન કરે છે, તેમ શિષ્યોને પણ આત્મકલ્યાણ માટે યત્ન કરાવે તેવો તેમનો જે મધ્યસ્થભાવ છે, તેની વૃદ્ધિને કરનારો એવો આ પ્રશસ્ત ષ છે, જે હકીકતમાં ગુણરૂપ છે; કેમ કે આ દ્રષ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે અને શિષ્યના કલ્યાણ અર્થે કરવાનો છે, જેથી પ્રશસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org