________________
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૮
ગુરુનો વિનય કરવાથી થતી, નિર્જરાના લાભથી વંચત થાય છે; અને ગુરુને તત્કા૨ણજન્ય-શિષ્યને વિનયસંપન્ન બતાવવાથી જન્ય, નિર્જરાના લાભથી વંચન થાય છે, એ પ્રકારનો દોષ છે. આ ઉપલક્ષણ છે=આગળમાં કહેવાશે તે ઉપલક્ષણથી પ્રાપ્ત છે. આચાર્ય સ્વયં વૈયાવચ્ચ કરે તો સૂત્રાર્થનો પલિમન્થ= સૂત્રાર્થની હાનિ, થાય છે, વાદિ અથવા રાજા આવ્યે છતે વૈયાવચ્ચાદિમાં તત્પર ગુરુ હોવાને કારણે વાદિ અથવા રાજાદિને થાય કે, “અહો ! ગુણ વગરના આ શિષ્યો પ્રવ્રુજિત કરાયા છે" - એ પ્રકારે પ્રવચનનું લાઘવ પણ થાય છે.
* ‘હરપ્ટનાવિ’ અવતરણિકા અને ટીકાના આ શબ્દમાં ‘વિ’ થી બલાભિયોગ ગ્રહણ કરવો.
* ‘વૈયાવૃત્ત્તાવિ’ અહીં ‘વિ’ થી તે સિવાયનું બીજું કંઈ પણ કાર્યનું ગ્રહણ કરવું.
* ‘આહારાવિ’ અહીં ‘વિ’ થી વસ્ત્ર-પાત્રનું ગ્રહણ કરવું.
* ‘આનયનાવિ’ અહીં ‘વિ’ થી આહારાદિની ગવેષણા, પરિષ્ઠાપનાદિનું ગ્રહણ કરવું.
* ‘પ્રવચનનાધવર્ભાવ’ અહીં ‘પિ’ થી શિષ્યો અવિનીત કરાયા, આચાર્યને સૂત્રાર્થનો પલિમન્થ થયો ઈત્યાદિનો
સમુચ્ચય છે.
ભાવાર્થ :
અહીં ખરંટનાદિ પ્રદ્વેષનો પ્રસંગ કહ્યો, ત્યાં ખરંટનાદિને કારણે શિષ્યોને પ્રદ્વેષ થાય તેનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ ખરંટનાકાળમાં પોતાને કઠોર શબ્દ કહેવા પડે, તેથી પોતાના હૈયામાં ઈષદ્ પ્રદ્વેષ થાય તેનું ગ્રહણ કરવાનું છે.
6
આચાર્ય સ્વયં વૈયાવૃત્ત્વ કરે છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, શિષ્યોને વિનીત બનાવવા અર્થે અને પોતાને સૂત્રાર્થચિંતવન સવિશેષ થાય માટે આચાર્યને પોતાનું ઉપધિપ્રતિલેખનાદિ કાર્ય શિષ્યો પાસે કરાવવાનું કહ્યું છે, છતાં શિષ્યને કરવાનું એવું તે વૈયાવચ્ચાદિ કૃત્ય આચાર્ય પોતે કરે છે, તે બતાવવા અર્થે સ્વયં વૈયાવૃત્ત્વ કરે છે તેમ કહેલ છે. જેમ કોઈ વ્યક્તિથી પાપ થયું હોય ત્યારે તે કહે કે, “મને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું,” એ જાતનો વ્યવહાર પ્રવર્તે છે, તેમ અહીં વસ્તુતઃ ઉપધિપ્રતિલેખનાદિ કૃત્ય પોતાનું જ હોવાથી તેને વૈયાવચ્ચ કહી શકાય નહિ; કારણ કે, વૈયાવચ્ચ હંમેશાં પરવિષયક હોય છે, આમ છતાં શિષ્યને ક૨વાના વૈયાવચ્ચ કૃત્યને પોતે કરે છે, તેથી પોતાના જ કૃત્યમાં અહીં વૈયાવચ્ચનો ઉપચાર કર્યો છે.
વૈયાવાદિ કૃત્ય પણ શિષ્ય પાસે કરાવવામાં પ્રથમ ઈચ્છાકાર સામાચારીપૂર્વક પ્રવૃત્તિ થાય છે, ત્યાર પછી આજ્ઞા અને પછી ઈષદ્ બલાભિયોગ. પરંતુ એ રીતે પણ શિષ્યની પાસે કૃત્ય કરાવતાં શિષ્ય જો ઉપધિનું પ્રતિલેખનાદિ કૃત્ય વિધિપૂર્વક ન કરે ત્યારે ત્યાં ખરંટનાની પ્રાપ્તિ થાય છે, અને ખરંટનામાં શિષ્યને દુર્વાક્ય વડે ભર્ત્યના કરાતી હોવાથી પોતાને પ્રદ્વેષ થાય છે. તેમ જ વૈયાવૃત્ત્વમાં શિષ્યને પ્રવૃત્ત કરવા બલાભિયોગ પણ કરવો પડે, ત્યારે પ્રદ્વેષ થાય છે. તે પ્રદ્વેષના નિવારણ અર્થે ગુરુ સ્વયં વૈયાવૃત્ત્વ કરે છે, જે દોષરૂપ છે.
પોતાનું વૈયાવચ્ચ શિષ્યો કરે એવા આશયમાત્રથી જો ગુરુ વૈયાવચ્ચ કરાવે તો પોતે પોતાનું કાર્ય બીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org