________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૭ ભાવાર્થ :
સામાન્ય રીતે કોઈપણ સંયમી સાધુ મહાત્માઓ ભગવાનના વચનાનુસાર સંયમયોગમાં ઉસ્થિત હોય, પરંતુ ક્વચિત્ યોગ્ય શિષ્ય પણ અસમાચારમાં પ્રવૃત્ત થાય ત્યારે, ગુરુ તે શિષ્યની અસમાચાર પ્રવૃત્તિ જોઈને ભગવાનના વચનનું સ્મરણ કરે કે આવા સમયે ભગવાને તેના હિત માટે ખરંટના કરવાનું કહ્યું છે. આ રીતે ગુરુને ભગવાનની આજ્ઞાપાલનનો અધ્યવસાય અને યોગ્ય શિષ્યના ઉપકારનો અધ્યવસાય એ બંને અધ્યવસાય હોવાથી ગુરુ જ્યારે તેને ખરંટના કરે છે, ત્યારે ગુરુને ઈષદ્ ષ પણ થાય છે. પરંતુ ગુરુનો તે ઈષદુ દ્વેષ ભગવાનના વચનથી નિયંત્રિત હોવાથી અને શિષ્યના હિત માટે પ્રવૃત્ત હોવાથી સંયમનો વિરોધી નથી, માટે ખરંટનામાં તેવો દ્વેષ પણ દોષાવહ નથી.
અહીં કોઈને શંકા થાય કે રાગ તો પ્રશસ્ત હોઈ શકે પરંતુ દ્વેષ તો આત્માનો મલિન પરિણામ છે, તેથી પ્રશસ્ત કઈ રીતે હોઈ શકે ? આવા પ્રકારની જિજ્ઞાસાવાળાને બોધ કરાવવા માટે ગ્રંથકાર કહે છે કે, ષનું પ્રશસ્તપણું જે પ્રકારે છે તે પ્રકારે વિસ્તારથી “અધ્યાત્મમતપરીક્ષા' ગ્રંથમાં શ્લોક-૧૬માં અમારા વડે જણાવાયું છે. વળી દ્વેષ અપ્રશસ્ત જ હોય એ પ્રકારની માન્યતા દિગંબર મતમાં વ્યાપક પ્રવૃત્ત છે, અને તેની યુક્તિઓથી વાસિત મતિવાળા જીવોને દ્વેષ પણ પ્રશસ્ત થઈ શકે તેવી બુદ્ધિ થવી દુષ્કર બને છે. તેથી અહીં તેનો ઉલ્લેખ કર્યો કે જિજ્ઞાસુએ “અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથમાં શ્લોક-૧૩થી જાણવું.
પૂર્વમાં કહ્યું કે, ખરેટનામાં વર્તતો ઈષદ્ ષ પણ સંયમનો વિરોધી નથી, તે સ્પષ્ટ કરવા માટે સ્વરૂપથી દુષ્ટ એવો પણ દ્વેષ ઉપસ્કારથી અદુષ્ટ કઈ રીતે થઈ શકે છે, તેમાં દૃષ્ટાંત બતાવતાં કહે છે?
જેમ વચ્છનાગ વિષ સ્વરૂપથી આયુષ્યનો નાશ કરનાર છે, તો પણ ઔષધવિશેષ દ્વારા તેને રસાયણરૂપે બનાવવામાં આવે તો તે વચ્છનાગ આયુષ્યનો નાશ કરનાર થતું નથી, ઊલટું આરોગ્ય, કાંતિ, બળ આદિ ગુણોનું આધાયક થાય છે. તે રીતે તેષ સ્વયં સંસારનો હેતુ છે, તો પણ ભગવાનની આજ્ઞાથી નિયંત્રિત થયેલ અને સામેની વ્યક્તિના હિતના અધ્યવસાયથી પ્રવૃત્ત થયેલ એવો ખરંટનાદિમાં વર્તતો દ્વેષ પણ, યોગ્ય શિષ્યના સંયમની વૃદ્ધિનો અને પોતાના પણ સંયમની વૃદ્ધિનો હેતુ બને છે. II૧ળી અવતરણિકા -
अथ खरण्टनादिप्रद्वेषभयाद्य आचार्यः स्वयमेव वैयावृत्त्यं करोति तदनौचित्यमुद्भावयन्नाह - અવતરણિયાર્થ:
હવે ખરંટનાદિ પ્રÀષના ભયથી જે આચાર્ય સ્વયં જ વૈયાવચ્ચ કરે છે, તેના–આચાર્યથી કરાયેલ વૈયાવચ્ચના, અનુચિતપણાનું ઉલ્કાવન કરતાં ગ્રંથકાર કહે છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org