________________
ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૦ પ્રવૃત્તિ કરવા માટે હોય છે. આશય એ છે કે, સામેની વ્યક્તિ આ ઉચિત પ્રવૃત્તિ કરે અને નિર્જરા પ્રાપ્ત કરે તેના માટે તેની પાસે કોઈ પણ કાર્ય કરાવવું હોય ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ કરી તેને તે કાર્ય કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ કોઈ સાધુ, સાધુના આચારથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો હોય તો તેના નિષેધ માટે તો ખરંટના ઉચિત છે; કેમ કે ખરંટનાના વચનથી તેને “હું જે કાર્ય કરી રહ્યો છું તે અત્યંત અનુચિત છે,” તેવી બુદ્ધિ થાય છે, અને તેના કારણે તે અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે યોગ્ય જીવને તીવ્ર જુગુપ્સા થાય છે, અને તેથી અનુચિત પ્રવૃત્તિથી નિવર્તન પામીને હિત સાધી શકે છે. પરંતુ જો આવા સ્થાનમાં ખરંટનાને બદલે ઈચ્છાકારનો પ્રયોગ કરવામાં આવે તો પોતે જે કરે છે તે કૃત્ય અનુચિત છે તેવો બોધ થાય નહીં, અને તેથી ઈચ્છાકારના પ્રયોગ દ્વારા ઉચિત પ્રવૃત્તિ થવા છતાં પોતાની અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે તીવ્ર જુગુપ્સા ન થવાથી તેવી નિર્જરા થઈ શકે નહીં. માટે અસમાચારની પ્રવૃત્તિના નિષેધ માટે ખરંટના ઉચિત છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, ઈચ્છાકારના પ્રયોગથી યોગ્યને અલનાની નિવૃત્તિ કરાવવી ઉચિત નથી, પરંતુ ખરંટના દ્વારા સ્કૂલનાનો નિષેધ કરવો ઉચિત છે. તેથી કોઈ કહે કે, નિષેધવાક્યથી અલનાનો નિષેધ થઈ શકે છે, તો સાધુ ખરંટના કેમ કરે છે ?
આશય એ છે કે, ખરંટના કઠોર વચનપ્રયોગરૂપ છે. તેથી તેવો વચનપ્રયોગ કરવા કરતાં “આ તારા માટે કર્તવ્ય નથી” એટલા નિષેધવાક્યમાત્રથી યોગ્ય જીવની સ્કૂલનામાંથી નિવૃત્તિ થઈ શકે છે, તેથી ખરંટના કરવી જોઈએ નહીં. એ પ્રકારના કોઈકના આશયનું નિરાકરણ કરતાં કહે છે કે – જેમ સ્તુતિવચનથી પ્રવૃત્તિમાં અત્યંત ઉત્સાહ થાય છે, તેમ નિંદાવચનથી યોગ્ય જીવને નિવૃત્તિમાં પણ ઉત્સાહ થાય છે. નિષેધવાક્યથી નિવૃત્તિમાં તેવો ઉત્સાહ થઈ શકતો નથી, જેવો ઉત્સાહ નિંદાવચનથી થાય છે. માટે શિષ્યની વિશિષ્ટ નિર્જરા માટે આવા સ્થાનમાં ખરંટના કરવી ઉચિત છે.
સારણા, વારણા અને ખરંટના વચ્ચેનો ભેદ: ઉચિત પ્રવૃત્તિનું વિસ્મરણ થયું હોય ત્યારે સારા કરવામાં આવે છે, અનુચિત પ્રવૃત્તિમાં ઉચિતનો ભ્રમ થાય ત્યારે તેના નિવારણ અર્થે વારણા કરવામાં આવે છે અને અનુપયોગને કારણે અસમાચારમાં પ્રવૃત્તિ થઈ હોય ત્યારે ખરંટના કરવી ઉચિત છે. II૧છા અવતરણિકા :
अथ खरण्टनायामीषत्प्रद्वेषोऽपि न दोषावह इत्यनुशास्ति - અવતરણિકાર્ચ -
હવે ખરંટનામાં ઈષત્ પ્રàષ પણ દોષાવહ નથી, એ પ્રકારે બતાવે છે –
નોંધ :- અહીં ખરંટનામાં ઈષતું પ્રદ્વેષ પણ દોષાવહ નથી, એમ કહેવાથી બલવાન દ્વેષ દોષાવહ છે, તેવો અર્થ પ્રાપ્ત થાય છે.
* “અદ્વૈપોડરિ’ ખરંટનાની ક્રિયા તો દોષાવહ નથી, પરંતુ ઈષદ્ દ્વેષ પણ દોષાવહ નથી, એ ‘’ શબ્દથી સમુચ્ચય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org