________________
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૬
ભાવાર્થ:
સામાન્ય રીતે સાધુઓએ યોગ્યની સાથે સંવાસ કરવાનો છે, જેથી અયોગ્યના સંવાસના કારણે કોઈની પણ સારી પ્રકૃતિનો વિનાશ ન થાય. વળી, સમુદાયમાં રહેલા અયોગ્યને વારંવાર આજ્ઞાદિ કરવા પડે, તેમાં પણ પોતાની શક્તિનો વ્યય થાય અને ક્વચિત્ સંક્લેશ થવાનો પ્રસંગ પણ ઉપસ્થિત થાય. તેથી ઉત્સર્ગથી જેમ અયોગ્યને દીક્ષા ન અપાય તેમ “આ જીવ અયોગ્ય છે” એવો નિર્ણય થયા પછી તેને સાથે પણ ૨ખાય નહીં. આમ છતાં અપવાદથી તેને ક્યારે સાથે ૨ખાય ? તે બતાવતાં કહે છે કે ઘણા સ્વજનાદિ દીક્ષામાં તેની સાથે હોય, અને બધા ભાઈ, ભાગિનેય (ભાણેજ) આદિ સ્વજનો યોગ્ય હોય, પણ તે પૈકી કોઈ એક અયોગ્ય હોય, છતાં તેનાં સ્વજનાદિ તે અયોગ્યનો ત્યાગ થાય તેમ ઈચ્છતાં નથી; વળી એવું ઈચ્છે છે કે, કોઈક રીતે પણ તેને સાધુજીવનમાં રાખીને સુધારવા માટે યત્ન કરવો જોઈએ, તે વખતે સ્વજનાદિના લાભને સામે રાખીને અયોગ્યને પણ અપવાદથી સાથે રખાય છે. પરંતુ અયોગ્ય જીવ પણ અહીં એવો લેવાનો છે કે જે સર્વથા અયોગ્ય નથી, અને આથી આવા અયોગ્યને પ્રથમ ઈચ્છાકારથી જ કોઈ કાર્ય કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ ઈચ્છાકારથી કહેવા છતાં જ્યારે તે વૈયાવૃત્ત્પાદિ ઉચિત કાર્ય કરે નહીં ત્યારે આજ્ઞાથી પણ કહેવામાં આવે છે અને આજ્ઞાથી પણ ન કરે તો બલાભિયોગથી પણ તેની પાસે કાર્ય કરાવવામાં આવે છે. વળી તેની અયોગ્યતા હોવા છતાં કંઈક યોગ્યતા પણ છે, તેથી ગુરુ આદિના ભયથી તે કાર્ય કરે છે અથવા કુલની લજ્જાથી પણ પોતાની પ્રમાદની પ્રવૃત્તિથી પાછો ફરે છે. તેવા અયોગ્ય જીવને આશ્રયીને અપવાદથી તેની સાથે સંવાસ કરવામાં આવે છે અને આજ્ઞા અને બલાભિયોગથી કાર્ય પણ કરાવવામાં આવે છે; પરંતુ જો તેવું કોઈ વિશિષ્ટ કારણ ન હોય તો અયોગ્ય માટે યત્ન કરવો તે શક્તિનો દુર્વ્યય છે. કદાચ તેને યત્કિંચિત લાભ થાય તો પણ તેવા જીવના સંવાસને કા૨ણે અન્ય યોગ્ય જીવોને પણ તેની પ્રકૃતિના દોષની પ્રાપ્તિ થવાની સંભાવના ૨હે. માટે તેવા અયોગ્ય જીવ સાથે સંવાસ કરાય નહિ.
CC
વળી, જે જીવો આજ્ઞાબલાભિયોગ કરવા છતાં પણ કોઈ પણ રીતે અકાર્યથી પાછા ફરતા નથી, પરંતુ આજ્ઞાબલાભિયોગ કરનાર પ્રત્યે અત્યંત પ્રકોપને પામે છે, તેવા જીવોને આશ્રયીને અપવાદથી પણ તેઓની સાથે સંવાસ કરવો ઉચિત નથી અને આજ્ઞાબલાભિયોગથી કાર્ય કરાવવું પણ ઉચિત નથી, અને તેમાં સૂક્તથી સાક્ષી આપી છે. તેનો આશય એ છે કે, “મૂર્ખાઓને ઉપદેશ પ્રકોપને માટે થાય છે, શાંતિને માટે નથી.” તેનાથી એ પ્રાપ્ત થાય કે, જેઓ અત્યંત અયોગ્ય છે તે મૂર્ખાઓ છે અને તેઓની પાસે આજ્ઞાબલાભિયોગથી કામ કરાવવું તે રૂપ ઉપદેશ પ્રકોપ માટે છે, પણ અનુચિત પ્રવૃત્તિની મનોવૃત્તિને શાંત ક૨વા માટે થતો નથી. અને જેઓ કંઈક અયોગ્ય છે પણ ગુરુ આદિના ભયથી ભય પામે છે, કુલલજ્જાથી પાછા ફરે છે, તેવા જીવોને બલાભિયોગરૂપ અપાતો ઉપદેશ પોતાનાથી કરાતી અનુચિત પ્રવૃત્તિમાંથી નિવર્તન કરાવીને ઉચિત પ્રવૃત્તિ કરાવનાર બને છે. જેમ જનપદમાં ઉત્પન્ન થયેલ અશ્વ ચોકઠું સ્વયં ગ્રહણ કરતો ન હતો ત્યારે રાજાએ શિક્ષા કરીને બલાત્કારે ગ્રહણ કરાવ્યું. એ રીતે અશ્વ સ્વયં ચોકઠું ગ્રહણ નહીં ક૨વાથી તેને તેનું ફળ વિપરીત મળે છે અને તે વિપરીત ફળ જાણીને અશ્વ સ્વયં સરળતાથી ચોકઠું ગ્રહણ કરે છે, તેમ જેઓ ગાઢ અયોગ્ય નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org