________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૫
રૂતિ 97
ટીકાર્ય :
અને તે અશ્વનું દૃષ્ટાંત આ છે. તે “યથા' થી બતાવે છે - એક રાજા વડે એક જાતિવાન, વાલ્લિક દેશના અશ્વકિશોરને દમન કરવાને માટે સંધ્યા સમયે તેને અધિવાસિત કરીને સવારે સવારી સમયે કવિક ચોકઠું, આગળ કર્યું. બળાત્કાર વિના જ તે અશ્વકિશોર વડે સ્વયં જ તે=ચોકઠું, ગ્રહણ કરાયું અને રાજા સ્વયં તેના ઉપર આરૂઢ થયો અને આહારદાન આદિ વડે તેનો સત્કાર કરાયો. એ પ્રમાણે અશ્વકિશોરે જેમ બલાત્કાર વિના સ્વયં ચોકઠું ગ્રહણ કર્યું એ પ્રમાણે, જે શિષ્ય ગુરુ વડે ઉપદિષ્ટ કાર્ય સ્વયં જ કરે છે, ત્યાં તે શિષ્યમાં, અભિયોગ નથી=બલાત્કાર કરવાક્ષો હોતો નથી.
અન્ય વળી મગધ આદિ જનપદોમાં ઉત્પન્ન થયેલ અશ્વકિશોરે અધિવાસન સમયે માતાને પૂછ્યું – “આ=રાજા મને શું કરશે?” ‘તિ પ્રશ્નની સમાપ્તિમાં છે. તેણી વડે અશ્વકિશોરની માતા વડે કહેવાયું – “સવારે તારા ઉપર સવારી કરશે, તેથી સ્વયં જ ચોકઠું ગ્રહણ કરીને રાજાના સંતોષને ઉત્પન્ન કરવો." “તિ' પુછાયેલા પ્રશ્નના ઉત્તરની સમાપ્તિમાં છે. તે અશ્વકિશોર વડે તે માતાનું વચન સ્વીકારાયું અને તે પ્રમાણે જ કરાયું અને રાજા વડે તે અશ્વકિશોરને આહારદાન આદિ વડે ઉપચાર કરાયો. તેના વડે અશ્વકિશોર વડે, તે=આહારદાનાદિ ઉપચાર, માતાને કહેવાયો. તેણીએ કહ્યું, “હે વત્સ! આ= આહારદાનાદિ ઉપચાર, તિજગુણનું તારા પોતાના ગુણનું, ફળ છે.
હવે તેણી=અશ્વકિશોરની માતા, વ્યતિરેકથી=ન અનુસરણ કરવામાં થતાં નુકસાન બતાવવાથી, (આ વાતને) દઢ કરવાને માટે કહે છે - “આવતી કાલે તારે ચોકઠું ગ્રહણ કરવું નહિ.” ‘રૂતિ’ અશ્વકિશોરને અપાતી શિક્ષાની સમાપ્તિમાં છે. તે અશ્વકિશોર વડે તે પ્રમાણે જ કરાયું. રાજા વડે તેને ચાબૂકનો પ્રહાર અપાયો અને ભોજનનિષેધ કરાયો અને બલાત્કારે આ=અશ્વકિશોર, સવારી કરાયો.
તેના વડે માતાને કહેવાયું. તેણી વડે કહેવાયું - “આ દોષનું ફળ છે” – “તિ’ માતાના કથનની સમાપ્તિમાં છે. (અંતે સારરૂપ વચન તેની મા કહે છે, “તે ઉભય માર્ગને ગુણદોષરૂપ અથવા અનુસરણ અને અનુસરણરૂપ ઉભય માર્ગને, જોનારો તું છો. જે પ્રમાણે તને ભવ્યEસારું લાગે તેમ, કર.” આ પ્રકારે આ દષ્ટાન્ન છે.
આ ઉપાય છે – “જે (શિષ્ય) સ્વયં વૈયાવૃત્યાદિને કરતો નથી, તે બલાભિયોગથી પણ કરાવો જોઈએ=તેવાને બલાભિયોગ પણ કરવો જોઈએ." “તિ’ કથનની સમાપ્તિમાં છે.
જે કારણથી આવશ્યકનિયુક્તિ શ્લોક-૬૭૮-૭૯માં કહે છે –“જે પ્રમાણે જાત્યવાલ્લિક-જાતિવાન વાલ્લિક દેશના, અશ્વોનું અને જનપદમાં=મગધાદિમાં, જન્મેલા અશ્વોનું ચોકઠાનું સ્વયં ગ્રહણ થાય છે અથવા તો બલાભિયોગથી ગ્રહણ થાય છે, તે પ્રમાણે પુરુષજાતમાં પણ વિનીત શિષ્યમાં અભિયોગ નથી, અન્યમાં વળી અભિયોગ છે, જેમ જનપદમાં જન્મેલા અશ્વમાં અભિયોગ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org