________________
७४
O આલોયણાવિંશિકાd ભાવાર્થ :
મુનિ ઉપયોગની ક્રિયા કરવા અર્થે ગુરુ પાસે ઉપયોગનો આદેશ માંગીને ઉપયોગનો કાઉસ્સગ્ન કરે છે. તે વખતે તેની સ્મૃતિમાં ભિક્ષાની ક્રિયાની ગંભીરતા હોય જ છે, અને પોતે આ ઉપયોગની ક્રિયાનો કાઉસ્સગ્ગ ભગવાનના વચનાનુસાર સંયમની પોષક એવી ભિક્ષાની ક્રિયા માટે કરે છે એમ પણ તે જાણે છે. ભિક્ષા માટે જતી વખતે પોતે સંપૂર્ણ વિધિ સાચવી શકે તે માટે જો તેનું ચિત્ત ઉત્સાહિત હોય, કાયા પણ તેને અનુકૂળ હોય અને તેનો વચનયોગ પણ જો તે ક્રિયાની સફળતાને સૂચવતો હોય તો નિમિત્તશુદ્ધિ છે તેમ તે નિર્ણય કરે છે. પરંતુ જો ચિત્ત દુષ્કર કરવા માટે સુભિત હોય, કાયા પણ તે રીતે પ્રવર્તતી ન હોય અને વચનયોગ પણ શંકાસ્પદ હોય કે “હું કરી શકીશ કે નહી” તો નિમિત્તની અશુદ્ધિ સૂચવાય છે. વચનયોગમાં આદેશ માંગવામાં કે આલાવામાં કોઈ ભૂલ આવે તો પણ જાણવું કે નિમિત્તશુદ્ધિ નથી. વળી જો પોતાના અને ગુરુજનના એટલે કે પોતાની સાથે ભિક્ષા માટે આવનાર જે વડિલ હોય તેના, મન-વચન અને કાયાના યોગો નિષ્પત્તિને અનુકૂળ હોય તો તે સંગત યોગો કહેવાય. સંગત યોગી નિમિત્તશુદ્ધિને સૂચવે છે અને જ્યારે બન્નેના યોગો વિપરીત વર્તતા હોય ત્યારે નિમિત્તશુદ્ધિ નથી તેમ કહેવાય.
આ રીતે નિમિત્તશુદ્ધિનો નિર્ણય કર્યા પછી મુનિ કાયોત્સર્ગમાં મંગલરૂપ નવકારનું ચિંતન કરે છે. I૧૪-૪||
અવતરણિકા:
ચોથી ગાથામાં બતાવ્યું કે ભિક્ષા માટે મુનિ નિમિત્તશુદ્ધિની પરીક્ષા કરતો મંગલનું ચિંતવન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે જો નિમિત્તશુદ્ધિ ન હોય તો મુનિ શું કરે? તેથી કહે છે -
एयाणमसुद्धिए चिइवंदण तह पुणो वि उवओगो । सुद्धे गमणं हु चिरं असुद्धिभावे ण तद्दियहं ॥५॥ एतेषामशुद्ध्या चितिवंदनं तथा पुनरप्युपयोगः । शुद्धे गमनं खलु चिरं अशुद्धिभावे न तद्दिवसम् ॥५॥
અqયાર્થ:
પયાનું મuિઆની નિમિત્તની અશુદ્ધિ હોતે છતે વિવંતા ચૈત્યવંદન (કરવું જોઈએ) ત૬ પુળો વિ ડવગો તથા વળી પાછો ઉપયોગનો કાઉસ્સગ્ન કરવો જોઇએ) સુગમાં ટુ વળી શુદ્ધિ થયે છતે ગમન કરવું જોઇએ) (અને) જિાં અમુક્તિ માટે વારંવાર અશુદ્ધિ થયે છતે જતાં તે દિવસે (ભિક્ષા માટે) ન (જવું જોઇએ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org