SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd ૬૮ અહીં ‘ઉપયોગ’ શબ્દ જ એક વિશિષ્ટ પ્રકારની ક્રિયાનો વાચક છે. આ ક્રિયામાં ગુરુ પાસે અમુક આદેશો માંગવાના હોય છે અને તેમનાં આશીર્વચનો મેળવવાનાં હોય છે. આ ઉપયોગની ક્રિયા ગુરુ સાથે સંકળાયેલી છે માટે અહીં સંબંધ અર્થક ષષ્ઠીનો પ્રયોગ કરી “ગુરુના ઉપયોગને કરે છે એમ કહ્યું છે. ગુરુ સંબંધી આશીર્વચન દ્વારા પોતાનામાં ભિક્ષા વિષયક આભોગપરિશુદ્ધ એવા ઉપયોગને પેદા કરવા માટે આ વિશેષ ક્રિયા કરવાની હોય વળી અહીં એમ પણ કહ્યું છે કે “આભોગથી પરિશુદ્ધ એવા ગુરુના ઉપયોગને કરે છે” આભોગથી પરિશુદ્ધમાં આભોગ એટલે પ્રસ્તુત કિયાને સમ્યક કરવા માટે અપેક્ષિત એવો માનસ ઉપયોગ, એટલે સમ્યગૂ માનસયત્નથી પરિશુદ્ધ એવી ઉપયોગની ક્રિયા (ઉપયોગ કરાવણી કાયોત્સર્ગ) સાધુઓ કરે છે. ગુરુના આશીર્વચનથી ઉપયોગની ક્રિયા તો પોતે જ કરવાની છે. આ વિશિષ્ટ કાયોત્સર્ગની વિધિ આ પ્રમાણે છે :શિષ્ય :-છાળ વિસ૬ માવ! ૩પયોગ કરું? ગુરુઃ- દા શિષ્ય:-છેડવગો સાવ વામ વાડ .. મન્નત્થo સૌ પ્રથમ શિષ્ય ગુરુભગવંતને વિનંતિ કરે છે કે “હે ભગવન્ત! ઇચ્છાકાર પૂર્વક મને આજ્ઞા આપો, હું ઉપયોગને કરું?” ત્યારે “કરો” કહીને ગુરુ આજ્ઞા આપે. ત્યાર પછી શિષ્ય કહે કે “ઉપયોગ કરાવવા માટે હું કાઉસ્સગ્ન કરું છું.” અને અન્નત્થ સૂત્ર બોલીને કાઉસ્સગ્ગ કરી મંગલનું ચિંતવન કરે, એટલે કે નમસ્કાર મહામંત્રનું ચિંતન કરે. ભિક્ષા જવા માટે તૈયાર થયેલો સાધુ નમસ્કાર મહામંત્રપૂર્વક જે આહારાદિ લાવવાના હોય તેની ઉચિત વિધિનું ચિંતન કરે, કારણ કે સમ્ય આલોચના કર્યા વિના વહોરવાનો નિષેધ છે; અને આ કાયોત્સર્ગકાળમાં તે એમ પણ વિચારે કે “ગુરુ-બાળ-વૃદ્ધ-નવદીક્ષિત વગેરે માટે પણ હું મારી શક્તિ પ્રમાણે ભિક્ષા લાવીશ, પણ માત્ર મારા એકલા માટે જ નહીં.” નમસ્કારમંત્ર દ્વારા આવી વિચારણાઓ કરી શિષ્ય પ્રગટ “નમો અરિહંતાણ” કહે. ત્યાર પછી વિનયથી નમીને, શિષ્ય :-સંવિદ (સૂર્ય) ગુરુ:- તામઃ શિષ્ય:- તને? ગુરુ - તાત્તિ (હરિમં પુશ્વસાëિ) I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy