________________
7 ભિક્ષાવિંશિકાઉ
એષણાને બતાવનારી ગાથા હોવી જોઇએ. તેનું કારણ નીચે મુજબ છે.
એક તો આ વિંશિકામાં એક ગાથા ખૂટે છે, અને બીજું હસ્તલિખિત પ્રતમાં ગાથા-૧૧ બતાવ્યા પછી ગાથા-૧૩ બતાવેલ છે, પરંતુ ગાથા-૧૨ બતાવી નથી. વળી પદાર્થની દૃષ્ટિએ વિચારીએ તો, ગાથા-૧૩માં જિનકલ્પીની એષણા બતાવી છે તેથી તેના પૂર્વે સ્થવિરકલ્પની એષણાને કહેનારી ગાથા-૧૨ હોવી જોઇએ, જે મળતી નથી.
અવતરણિકા:
પૂર્વની ગાથામાં પ્રાયઃ કરીને સ્થવિરકલ્પની એષણા બતાવેલી હોવી જોઇએ, હવે જિનકલ્પની એષણા બતાવતાં કહે છે -
इत्थेव पत्तएण एसणा होइऽभिग्गहपहाणा ।
सत्त चउरो य पयडा अन्ना वि तहाऽविरुद्धत्ति ॥१३॥ पात्रभेदेनैषणा भवत्यभिग्रहप्रधाना
अत्रैव
1
सप्त चत्वारश्च प्रकटा अन्याऽपि तथाऽविरुद्धा इति ||१३||
અન્વયાર્થ:
ડ્થવ અહીં જ=આહાર અને વસ્ત્રાદિના વિષયમાં જ પત્તમેĪ પાત્રના ભેદથી=જિનકલ્પીરૂપ પાત્રવિશેષથી અમિાહવાળા HTT Tોડ્ અભિગ્રહપ્રધાન એષણા છે. સત્ત (આહાર-પાણી વિષયક એષણા) સાત પ્રકારની વડો ય અને (વસ્ત્ર વિષયક એષણા) ચાર પ્રકારની પયડા પ્રગટ છે. તન્હા તે પ્રકારે અન્ના વિ અન્ય પણ=અભિગ્રહપ્રધાન એવી એષણા અવિરુદ્ઘત્તિ અવિરુદ્ધ છે-શાસ્ત્રસંમત છે.
ગાથાર્થ:
ભાવાર્થ:
-
-
આહાર અને વસ્ત્રાદિના વિષયમાં જ જિનકલ્પીરૂપ પાત્રવિશેષથી અભિગ્રહપ્રધાન એષણા છે. આહાર-પાણી વિષયક એષણા સાત પ્રકારની અને વસ્ત્ર વિષયક એષણા ચાર પ્રકારની પ્રગટ છે. તે પ્રકારે અન્ય પણ અભિગ્રહપ્રધાન એવી એષણા શાસ્ત્રસંમત છે.
૫૮
જિનકલ્પની એષણા અભિગ્રહપ્રધાન હોય છે અને તે આહારના વિષયમાં સાત પ્રકારની છે અને વસ્ત્રના વિષયમાં ચાર પ્રકારની છે. જ્યારે જિનકલ્પી આહાર માટે જાય છે ત્યારે તે અવશ્ય અભિગ્રહ કરે કે, સાત પ્રકારની એષણામાંથી આજે અમુક એષણાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org