SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શિક્ષાવિંશિકા ભાવાર્થ : સાધુને આગમ ભાગવા માટેની વિધિ દીક્ષા પર્યાયના પ્રમાણે ક્રમસર તે તે આગમ ભણવા માટેની છે. આગમ ભણતાં પહેલાં તેના યોગોને વહન કરવાના હોય છે. તે યોગોહન કર્યા પછી સુગુરુ પાસેથી પ્રથમ સૂત્ર અને અર્થ અપાય છે, તેને ઉદ્દેશ કહેવાય છે. સૂત્ર અને અર્થ ગ્રહણ કર્યા પછી તે બરાબર અવધારણ કરી લે, ત્યારે ગુરુ તેને સ્થિર પરિચિત કરવા માટે કહે છે, તે સમુદેશ છે. જ્યારે તે સૂત્ર અને અર્થ સ્થિર અને પરિચિત થઈ જાય, ત્યારે ગુરુ તેને બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે છે. ત્યાર પછી તે બીજાને વાચના આપે છે તે અનુયોગરૂપ છે. આ ક્રમથી જ ગુરુ પાસેથી સૂત્ર પ્રહાર કરવાં જોઇએ એવી સામાન્ય વિધિ છે. કોઇક વિશેષ શક્તિવાળો શિષ્ય હોય તો અલ્પ દીક્ષા પર્યાયમાં પણ સર્વ સૂત્રોના ગ્રહણ માટે ગુરુ અનુજ્ઞા આપે, અને કોઇ અસમર્થ હોય તો ઘણા દીક્ષા પર્યાય પછી તેની યોગ્યતાને જોઇને તેને સૂત્ર ભણવાની અનુજ્ઞા આપે, આ પ્રકારે સૂત્ર ગ્રહણ કરવાની સાધુની વિધિ છે.૧૨-ળા અવતરણિકા: સૂત્રની ગ્રહણવિધિ બતાવ્યા પછી, હવે સૂત્રના દાનની વિધિ બતાવે છે - एसु च्चिय दाणविही नवरं दाया गुरूऽथ एयस्स । गुरुसंदिट्ठो वा जो अक्खयचारित्तजुत्तु त्ति ॥८॥ एष एव दानविधिः केवलं दाता गुरुरथैतस्य । गुरुसन्दिष्टो वा योऽक्षयचारित्रयुक्त इति ॥८॥ અqયાર્થ: પણુ ક્વિય આ જ=કાળગ્રહણ, યોગોદ્રહન, દીક્ષા પર્યાય પ્રાપ્ત અને ઉદ્દેશાદિ ક્રમથી યુક્ત જ સૂત્રને આપવું જોઇએ તાવિહી આ જ દાનવિધિ છે. નવાં ફક્ત પ્રયાસ વાય આનો=સૂત્રનો દાતા યાત્તિગુરૂ અક્ષય ચારિત્રથી યુક્ત ગુડથ ગુરુ વી અથવા નો જે રિસંવિકો ગુરુથી સંદિષ્ટ=સૂચન કરાયેલો હોવો જોઇએ. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: કાળગ્રહાણ, યોગોવહન, દીક્ષાપર્યાયથી પ્રાપ્ત અને ઉદ્દેશાદિ કમથી યુક્ત સૂત્રને આપવું જોઇએ એ દાનવિધિ છે. ફક્ત સૂત્રનો દાતા અક્ષય ચારિત્રથી યુક્ત ગુરુ હોવા જોઇએ અથવા જે ગુરુથી સૂચન કરાયેલા અન્ય સાધુ હોવો જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy