________________
7 તિધર્મવિંશિકા તા
૨૦
આ પ્રકારનો પ્રશ્ન થાય તેનું સમાધાન એ છે કે દેવભવમાં સ્વભાવને કારણે જ ત્યાં ચોથું ગુણસ્થાનક હોય છે અને તેથી શ્રુતના ચિંતવનથી પણ તેઓને નિર્મળ કોટિનો શ્રુતનો જ પરિણામ થાય છે, પરંતુ પ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી આત્મભાવોમાં રમણતાસ્વરૂપ ચિત્તનો પરિણામ ઊઠતો નથી. અને તેથી જ કહ્યું કે તેઓને બ્રહ્મમાં મનોવૃત્તિ નથી, અને આથી નિર્મલ કોટિનો શ્રુતનો ઉપયોગ હોવા છતાં અવિરતિનો પરિણામ પણ તેઓને વર્તે છે, માટે તેઓને બ્રહ્મચર્ય નથી. II૧૧-૧૬
અવતરણિકા :
૧૬મી ગાથામાં બતાવ્યું કે અનુત્તરવાસી દેવોને પાંચ પ્રકારની પ્રવિચારણા નહીં હોવા છતાં બ્રહ્મમાં મનોવૃત્તિ નહીં હોવાને કારણે બ્રહ્મચર્ય નથી, ત્યાં પ્રશ્ન થાય કે બ્રહ્મમાં મનોવૃત્તિ શું છે? તેથી તે બતાવતાં કહે છે -
बंभमिह बंभचारिहिं वन्नियं सव्वमेवऽणुट्ठाणं । तो तम्मि खओवसमो सा मणवित्ती तहिं होइ ||१७|| ब्रह्मेह ब्रह्मचारिभिर्वर्णितं सर्वमेवानुष्ठानम् तत्तस्मिन्क्षयोपशमः सा मनोवृत्तिः तत्र भवति ||૬||
અન્વયાર્થ:
હંમ=હિં બ્રહ્મચારી એવા ભગવાન વડે સત્વમેવડણુકાળ (સાધુનાં) સર્વ જ અનુષ્ઠાન વેંમમિન્હ વન્નિય અહીંયાં=સંસારમાં બ્રહ્મ કહેવાયું છે. તો તે કારણથી તન્મ વોવસમો તદ્વિષયક=અનુષ્ઠાનવિષયક (જે) ક્ષયોપશમભાવ છે સા તે હિં તેમાં=બ્રહ્મમાં મળવિજ્ઞી મનોવૃત્તિ હોર્ છે.
ગાથાર્થ:
-
બ્રહ્મચારી એવા ભગવાન વડે સંસારમાં સાધુનાં સર્વ અનુષ્ઠાનને બ્રહ્મ કહેવાયું છે. તે કારણથી અનુષ્ઠાનમાં જે ક્ષયોપશમભાવ છે તે બ્રહ્મમાં મનોવૃત્તિ છે. ભાવાર્થ:
દશવિધ યતિધર્મના અંગરૂપ જે બ્રહ્મચર્ય છે, તે બ્રહ્મરૂપ આત્મામાં જવા માટેની ક્રિયા સ્વરૂપ છે. આથી જ બ્રહ્મચારી એવા ભગવાન વડે સાધુનાં સર્વ અનુષ્ઠાનને બ્રહ્મચર્યરૂપે કહેલ છે, કારણ કે સંયમનાં બધાં અનુષ્ઠાનો આત્મભાવમાં જવા માટેની ક્રિયા સ્વરૂપ છે. કોઇ સાધુ સંવેગપૂર્વક એટલે કે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની તીવ્ર ઇચ્છાપૂર્વક સાધુધર્મના અનુષ્ઠાનમાં પ્રયત્ન કરતો હોય તો જ તેનાં સાધુધર્મનાં અનુષ્ઠાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org