________________
૧૪૧
યોગવિંશિકાd અવતરણિકા:
પૂર્વમાં સ્થાનાદિના ૨૦ ભેદો બતાવ્યા, ત્યાર પછી ઇચ્છા, પ્રવૃત્તિ આદિ ચાર ભેદોના હેતુભેદો ગાથા - ૭ માં બતાવ્યા અને ગાથા-૮ માં તે ઇચ્છાદિનાં કાર્યો બતાવ્યાં. હવે તે ૨૦ ભેદોનું ચૈત્યવંદનમાં સામાન્યથી સમ્ય યોજન બતાવવા અર્થે પ્રથમ કેવો જીવ તેનું સભ્ય યોજન કરી શકે છે તે બતાવે છે -
एवं ठियम्मि तत्ते नाएण उ जोयणा इमा पयडा । चिइवंदणेण णेया नवरं तत्तत्रुणा सम्मं ।।९।। एवं स्थिते तत्त्वे ज्ञातेन तु योजनेयं प्रकटा । चैत्यवन्दनेन ज्ञेया केवलं तत्त्वज्ञेन सम्यक् ॥९॥
અqયાર્થ:
પર્વ તને કિમિ આ પ્રકારે તત્વ વ્યવસ્થિત હોતે છતે-પૂર્વમાં વર્ણન કરાયું તેમ સ્થાનાદિ પાંચના ઇચ્છાદિ ચાર ભેદ દ્વારા યોગના વીસ ભેદરૂપ તત્વ વ્યવસ્થિત હોતે છતે વિવંતો ના દષ્ટાંતરૂપ ચૈત્યવંદન દ્વારા મા પડી ગયા આ પ્રકટ યોજના નવર કેવળ તત્તગુ તત્ત્વને જાણનારાઓને સમ્મ સમ્યગ્ર યા જણાય છે. ક ૩ પાદપૂર્તિ માટે લાગે છે. ગાથાર્થ:
પૂર્વમાં વર્ણન કરાયું તેમ સ્થાનાદિ પાંચના ઈચ્છાદિ ચાર ભેદ દ્વારા યોગના વીસ ભેદરૂપ તત્ત્વ વ્યવસ્થિત હોતે છતે, દષ્ટાંતરૂપ ચૈત્યવંદન દ્વારા આ પ્રગટ યોજના માત્ર તત્ત્વને જાણનારાઓને સમન્ જણાય છે.
ભાવાર્થ:
પૂર્વની ગાથાઓમાં સ્થાનાદિના ઇચ્છાદિ ભેદો દ્વારા વીસ ભેદો, તેનાં કારણો અને તેનાં કાર્યો બતાવ્યાં. આ પ્રકારે યોગવિષયક તત્ત્વ વ્યવસ્થિત છે. હવે તે સ્થાનાદિ યોગોને પોતે જે ચૈત્યવંદનની ક્રિયા કરે છે તેમાં પ્રગટ રીતે કોણ યોજી શકે તે બતાવતાં કહે છે કે - આ વીસ ભેદોના પારમાર્થિક સ્વરૂપને જે જાણતો હોય તે જ કેવલ ચૈત્યવંદનમાં તેને સમ્યક જોડી શકે.
કોઇ જીવને સ્થાનાદિયોગના ભેદોનું વર્ણન સાંભળવા મળે તો તેને પ્રથમ સામાન્ય બોધ થાય છે. ત્યાર પછી તે સ્થાનાદિ યોગનો યત્ન કઈ રીતે આત્મકલ્યાણનું કારણ બને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org