________________
0 યતિધર્મવિંશિકા અપેક્ષા રાખ્યા વગર, માસુરીવૃત્તિ વયેના (ષની વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ) એ પ્રકારના ભગવાનના વચનનું સ્મરણ કરીને ક્ષમાના પરિણામમાં જ યત્ન કરે છે. તેથી તેવા મુનિને ‘વચનક્ષમાં હોય છે.
વચનક્ષમાના જ અતિ અભ્યાસથી, વચનના સ્મરણ વગર પણ ઉચિત પ્રવૃત્તિ કરવાનું જેનું માનસ તૈયાર થઇ જાય છે તેની ક્ષમા તે “ધર્મક્ષમાં છે. વચનક્ષમાં શાસ્ત્ર વચનાનુસાર સંયમજીવનમાં યત્ન કરનાર મુનિને જ હોય છે. વચનાનુસાર પ્રવૃત્તિના અતિ અભ્યાસથી પેદા થયેલ ધર્મક્ષમા, અસંગ અનુષ્ઠાનમાં હોય છે. તે ચંદનગંધન્યાયથી જીવની સહજ પ્રકૃતિરૂપ હોય છે.
લોકોત્તર એવા ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના આશયવાળા મુનિને વચનક્ષમા વર્તે છે, અને જ્યારે વચનક્ષમા અતિ અભ્યસ્ત બને છે ત્યારે એ ધર્મક્ષમા બને છે, માટે તે બંને ક્ષમાઓને લોકોત્તર ક્ષમાઓ કહી છે. વળી આ બંને ક્ષમાઓ ઉપકારી અપકારી કે ક્રોધના વિપાકના ચિંતવનથી થયેલી નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિ કરવાના જીવના અધ્યવસાયથી ઉત્પન્ન થયેલી હોવાને કારણે, તે બંને ક્ષમાને પ્રથમ ત્રણ ક્ષમાની જેમ ઉપકાર આદિ ભાવોની અપેક્ષા નહીં હોવાથી સાપેક્ષ ક્ષમા કહેલ નથી. ૧૧-3
અવતણિકા:
પૂર્વની ગાથામાં કહ્યું કે બે ક્ષમા યતિને હોય છે, ત્યાં પ્રશ્ન થાય કે યતિને છેલ્લી બે ક્ષમા જ કેમ હોય? તેથી કહે છે -
बारसविहे कसाए खविए उवसामिए य जोगेहिं । जं जायइ जइधम्मो ता चरिमं तत्थ खंतिदुगं ॥४॥ द्वादशविधे कषाये क्षपिते उपशामिते च योगैः । यज्जायते यतिधर्मः तच्चरमं तत्र शान्तिद्विकम् ॥४॥
અqયાર્થ:
નં જે કારણથી રોહિં (ત્રણેય) યોગો વડે કરીને વારસવિહે બાર પ્રકારના વાસાણ કપાયનો વિણ ૩વસામિણ ક્ષયોપશમ થયે છતે ય જ નફથો યતિધર્મ નાયડુ થાય છે, તે તે કારણથી તત્વ ત્યાં=યતિધર્મમાં પરિણમે વંતિકું ચરમ શાંતિદિક હોય છેaછેલ્લી બે ક્ષમા હોય છે.
* મૂળ ગાથામાં વિણ ૩વસામિા ને બદલે વિગ ૩વસાનિ હોવું જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org