________________
0 યતિધર્મવિશિકાd ગાથાર્થ:
ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા (એમ પાંચ પ્રકારની ક્ષમા) હોય છે. તેમાં પ્રથમની ત્રણ સાપેક્ષ (અને) લૌકિક છે. યતિને છેલ્લી બે એટલે કે વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે, જે લોકોત્તર અને નિરપેક્ષ છે. ભાવાર્થ:
આપણા ઉપર ઉપકાર કર્યો હોય એવી વ્યક્તિ પાસેથી કોઇવાર કટુવચન સાંભળવા મળે કે ઉપકારી વ્યક્તિ સંબંધી અન્ય કોઇપણ ક્રોધનાં નિમિત્તો ઊભાં થાય તો એવું વિચારવું કે, “આ તો મારા ઉપકારી છે. એમની ઉપર મારાથી કેવી રીતે ગુસ્સો કરાય? અને જો ગુસ્સો કરું તો મારો ઉપકારનો સંબંધ નાશ પામે” આવું વિચારીને ગુસ્સો ન કરવો, તે ‘ઉપકારક્ષમાં છે.
ગુસ્સો કરવાથી સામેની વ્યક્તિ આપણી અપકારી બની જશે. તે કોધિત થઈ જશે અને ભવિષ્યમાં આપણને જદુઃખી કરશે અથવા આપણું ઘણું નુકસાન કરશે.” એવું વિચારીને ગુસ્સામાં નિમિત્ત પ્રાપ્ત થયાં હોય તો પણ ક્ષમા ધારણ કરવી, તે અપકારીમાં
ગુસ્સાના વિપાકનું ચિંતવન કરીને, ગુસ્સાનાં આલોકનાં ફળોનો અને પરલોકનાં ફળોનો વિચાર કરીને, તે ફળોની ભયાનકતા કે અનર્થકારિતા ઉપસ્થિત કરીને ગુસ્સો ન કરવો, તે “વિપાકક્ષમાં છે.
વારંવાર આવા પદાર્થનું ચિંતવન કરવાથી તે તે પ્રકારનાં અક્ષમાનાં નિમિત્તો ઊભાં થાય ત્યારે પણ ગુસ્સો ન આવે એવી જીવની પ્રકૃતિ તૈયાર થાય છે, તે ઉપકારી આદિ ત્રણ પ્રકારની ક્ષમા છે. આ ત્રણ પ્રકારની ક્ષમા ઉપકારી આદિ ભાવને આશ્રયીને થાય છે, તેથી તે ત્રણ પ્રકારના ભાવને સાપેક્ષ છે અને માટે જ તેને “સાપેક્ષ ક્ષમા’ કહેલ છે. વળી આગળની બે ક્ષમા કરતાં આ પ્રથમ ત્રણ ક્ષમાને લૌકિક કહે છે. તેનો ભાવ એ છે કે શિષ્યલોક આ પ્રકારના ઉપકાર આદિને યાદ કરીને ક્ષમા કેળવે તેવી આ ત્રણ ક્ષમા છે, પરંતુ ભગવાનની આજ્ઞાના સ્મરણથી નિયંત્રિત પરિણામરૂપ એવી આ લોકોત્તર ક્ષમાં નથી.
શાસ્ત્રવચનના સ્મરણથી પ્રવૃત્તિ કરનાર મુનિને વચનક્ષમા હોય છે. મુનિ, ભગવાનના વચન અનુસાર જ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરતો હોય છે. આથી જ
જ્યારે કોઇ વ્યક્તિ તરફથી કટુ વચન પ્રાપ્ત થાય કે ઉપસર્ગ આદિ પ્રાપ્ત થાય ત્યારે પણ મુનિ સામેની વ્યકિત ઉપકારી છે કે અપકારી છે કે ક્રોધાદિના દારુણ વિપાકને યાદ કરવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org