________________
૧૨૯
૩ યોગક્વિંશિકાઇ સ્થાનાદિ શું છે તે બતાવીને યોગના ભેદને બતાવતાં કહે છે
ठाणुन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥२॥ स्थानुर्णार्थालम्बनरहितस्तन्त्रे पञ्चधैषः द्विकमत्र कर्मयोगस्तथा त्रिकं ज्ञानयोगस्तु ॥२॥
અન્વયાર્થ:
તંતમ્મિ ઢાળુન્નત્યાનંવળત્તિઓ સો પંચજ્ઞા શાસ્ત્રમાં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને રહિત આ પાંચ પ્રકારનો યોગ (કહેવાયો છે). ત્હ અહીં આ પાંચ પ્રકારના યોગમાં લુાં જન્મનોનો સહા તિયં નાળનોનો ૩ બે પ્રકારનો કર્મયોગ જ છે તથા ત્રણ પ્રકારનો જ્ઞાનયોગ જ છે.
૩ ૩ ‘જ’કાર અર્થમાં છે, જે બન્ને સાથે જોડવો.
ગાથાર્થ:
શાસ્ત્રમાં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને રહિત આ પાંચ પ્રકારનો યોગ કહેલ છે. તે પાંચ પ્રકારના યોગમાં બે પ્રકારનો કર્મયોગ જ છે તથા ત્રણ પ્રકારનો જ્ઞાનયોગ જ છે.
ભાવાર્થ:
વ્યવહારનયથી સાધુનાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો કે ધ્યાનાદિ અનુષ્ઠાન તે યોગ છે. તે અનુષ્ઠાન કરતી વખતે મુદ્રામાં, સૂત્રોના શબ્દોમાં, અર્થમાં અને જિનપ્રતિમાદિ આલંબનમાં, વચનના સ્મરણ નીચે પરિશુદ્ધ યત્ન વર્તતો હોય તે જ યોગ છે. આ રીતે યત્ન કરતાં નિરાલંબન ધ્યાનમાં ઉપયોગ પ્રવર્તે તેને ‘રહિત’ શબ્દથી ગ્રહણ કરેલ છે, અર્થાત્ આલંબનથી રહિત એવો નિરાલંબન યોગ છે. આ પાંચ યોગમાંથી પ્રથમના બે કર્મયોગસ્વરૂપ છે અને પાછળના ત્રણ જ્ઞાનયોગસ્વરૂપ છે.
સ્થાનાદિ પાંચનું સ્વરૂપ આ પ્રમાણે છે.
કોઇ વ્યક્તિ ચૈત્યવંદન કરતી વખતે શાસ્ત્રવચનના સ્મરણપૂર્વક ‘મુદ્રા’માં યત્ન કરતી હોય અને તે પ્રકારની મુદ્રામાં વર્તતા ઉપયોગને કારણે ભગવાન પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થતી હોય, તો તે ‘સ્થાનયોગ’ બને છે.
સૂત્રોચ્ચારરૂપ શબ્દોમાં જ્યારે ઉપયોગ વર્તતો હોય અને તેના કારણે ભગવાન પ્રત્યેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org