SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્તવિંશિકા! ૧૨૦ साहम्मिगाइतेणाइभावओ संकिलेसभेएण । तक्खणमेव वयाण वि होइ अजोगो उ अणवट्ठा ॥१५॥ साधर्मिकादिस्तेनादिभावतः संक्लेशभेदेन तत्क्षणमेव व्रतानामपि भवत्ययोगस्त्वनवस्थाप्यः ॥१५॥ અqયાર્થ: સામિનારૂનારૂભાવમો સાધર્મિક આદિના તેનાદિના ભાવથી સંવિઝનેસમેણ, સંક્લેશના ભેદથી=સંક્લેશવિશેષ થવાને કારણે તમામેવ તત્ક્ષણ જ વયાળ વિ વ્રતોને માટે પણ ગળોનો રોડ અયોગ્ય થાય છે, ૩ મળવા (તે) વળી અનવસ્થાપ્ય (નામનું પ્રાયશ્ચિત્ત છે.) એક અહીં સાધર્મિકાદિમાં ‘આદિ પદથી અન્ય ધાર્મિક ગ્રહણ કરવાના છે. . તેનાદિમાં “આદિ' પદથી સ્વપક્ષ અને પરપક્ષમાં રહેલા સાધર્મિકને મૃત્યુ આદિના નિરપેક્ષપણાથી મારવાની ક્રિયા ગ્રહણ કરવાની છે. ગાથાર્થ: સાધર્મિક આદિના તેનાદિના ભાવથી સંક્લેશવિશેષ થવાને કારણે તત્ક્ષણ જ વ્રતોને માટે પણ અયોગ્ય થાય છે, તે વળી અનવસ્થાપ્ય નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ: કોઇ સાધુ કોઇ નિમિત્તવિશેષને પામીને, પોતાના સાધર્મિક એવા અન્ય સાધુના કે અન્ય ધાર્મિકના શિષ્યાદિની ચોરી કરે કે તેમને નિરપેક્ષપણાથી મારે, તો તે વખતે તેને થયેલા સંક્લેશવિશેષને કારણે જે ક્ષણે તે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવે તે ક્ષણે જ તે વ્રત માટે અયોગ્ય બને છે, એટલે કે મૂલ પ્રાયશ્ચિત્તના સ્થાનમાં જે હિંસાદિમાં સંક્લેશ થયેલ હોય તેના કરતાં વિશેષ સંક્લેશ હોવાને કારણે તે વ્રત માટે અયોગ્ય બની જાય છે. અહીં સંકલેશવિશેષ એ છે કે મૂલ પ્રાયશ્ચિત્ત વખતે જે પ્રાણીવધાદિની પ્રવૃત્તિ હતી તે સાધર્મિક વિષયક ક્રિયા નહોતી, જ્યારે આ સ્થાનમાં સાધર્મિક પ્રત્યે હિંસાદિની ક્રિયા કરવામાં આવે છે, તેથી અહીં સંક્લેશ વિશેષ પ્રવર્તતો હોય છે. આવો વિશેષ સંક્લેશ હોવાને કારણે જ આ સ્થાનનું સેવન થતાં સાધુ તરત જ વ્રત માટે અયોગ્ય બની જાય છે. પાછળથી જો તેને પશ્ચાત્તાપ થયો હોય અને તેણે સંવેગપૂર્વક પ્રાયશ્ચિત્તમાં યત્ન કર્યો હોય, તો પણ તે તરત જ પુનઃ વ્રત ગ્રહણ કરવા માટે તો યોગ્ય નથી જ રહેતો. પરંતુ આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy