________________
૧૧૯
0 પ્રાયશ્ચિત્તવિંશિકા! પ્રાયશ્ચિત્ત છે જ, પરંતુ સહસાત્કારથી પણ ભાવપૂર્વક થાય તો મૂલ પ્રાયશ્ચિત્ત છે. છે“આભોગથી’ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે અનાભોગથી પ્રાણીવધાદિ થાય તો ભૂલ પ્રાયશ્ચિત્ત ન આવે. આથી જ અનાભોગથી કીડી આદિની હિંસા થાય તો મૂલ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ આભોગપૂર્વક કીડી આદિની વિરાધના કરે તો મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
ભાવાર્થ :
જો કોઈ સાધુને એવા પ્રકારના ક્લિષ્ટ અધ્યવસાય થાય છે, જેના કારણે તે આભોગપૂર્વક કે સહસત્કારથી પણ મૂળવ્રતોથી વિપરીત પ્રવૃત્તિ કરે, તો તેને મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે.
કોઇક નિમિત્તને પામીને ક્લિષ્ટ અધ્યવસાયથી મૂળવ્રતનું ઉલ્લંઘન કર્યા પછી, પશ્ચાત્તાપ થવાને કારણે યતિ જ્યારે ગુરુ આગળ સમ્યફ આલોચના કરે, ત્યારે તે પાપની શુદ્ધિ માટે તેને ફરી વ્રતોનું આરોપણ કરવારૂપ મૂલ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલ જીવ ચારિત્રની આરાધનાના ફળને પામે છે, પરંતુ જો તે પ્રાયશ્ચિત્ત ગ્રહાણ ન કરે તો વિરાધિત ચારિત્ર હોવાને કારણે દુર્ગતિની પ્રાપ્તિ થાય છે.
તે પ્રાયશ્ચિત્તથી ફરી વ્રતોનું આરોપણ કરવામાત્રથી શુદ્ધિ થતી નથી, પરંતુ ગુરુએ આપેલાં મૂલ પ્રાયશ્ચિત્તને કારણે ઉત્પન્ન થયેલા સંવેગ-નિર્વેદ આદિ ભાવોને કારણે જ શુદ્ધિ થાય છે.
‘ભાવપૂર્વક' એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે, કોઇક એવા પ્રકારના સંયોગથી અપવાદને કારણે મૂળ વ્રતોથી વિપરીત આચરણા કરાઈ હોય, તો મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય નહિ, પરંતુ નિઃશુકતાપૂર્વક નિર્ધ્વસતાપૂર્વક) પાંચ વ્રતોમાંથી કોઈ પણ વ્રત સંબંધી વિપરીત આચરણા કરવાથી મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય.
“મૂલ પ્રાયશ્ચિત્તનું સ્થાન હોય ત્યાં પણ પ્રાયઃ કરીને મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય.” ત્યાં પ્રાયઃ એવું કહેવા પાછળનું કારણ એ છે કે, કોઇક વાર એવા પ્રકારના કિલષ્ટ અધ્યવસાયથી મૂળવ્રતોનું ઉલ્લંઘન કર્યા પછી, આલોચનાકાળમાં ઉત્પન્ન થયેલા તીવ્ર સંગના કારણે પાપ નાશ થઈ ગયું હોય, તો વિશિષ્ટ જ્ઞાની મૂલ પ્રાયશ્ચિત્તના બદલે અલ્પ પ્રાયશ્ચિત્ત આપે છે. ll૧૬-૧૪ll.
અવતરણિકા:
દસ પ્રાયશ્ચિત્તમાં નવમા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિનું સ્થાન અને તેનું સ્વરૂપ બતાવે છે –
Y-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org