SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ CO O આલોયણાવિંશિકા . માનયત્ન વર્તતો હોય, તો તે સંવેગનો પરિણામ છે. વળી તે પાપ પુનઃ જીવનમાં ન જ થાય તેવો ભાવ મારે પેદા કરવો છે, એ પ્રકારના સંકલ્પપૂર્વક આલોચના કરવી જોઇએ. આ પ્રકારનો પ્રકર્ષવાળો ઉપયોગ વર્તતો હોય તો, અવશ્ય પ્રમાદથી થયેલ પાપ નાશ થાય છે, એટલું જ નહીં પણ અન્ય પણ અનેક પાપોનો નાશ આવા ઉપયોગથી થઈ શકે છે. અહીં આલોચક યતિના સંવિગ્ન અને અપુનઃકરણ ઉદ્યમવાળા એ બે વિશેષણો દ્વારા આલોચકની યોગ્યતા બતાવાઇ છે. આ ઉપરાંત ગ્રંથકારે સ્વયં રચેલ આલોચના પંચાશક ગાથા ૧૨, ૧૩માં આલોચના કરનારની યોગ્યતાનું વર્ણન કરતાં, તેમણે નીચે બતાવેલાં અન્ય લક્ષણો પણ કહ્યાં છે. (૨) સંવિશ - સંવિજ્ઞ એટલે સંસારથી ભયભીત બનેલો જીવ. સંસારભીરુ જીવ જ આલોચના કરવા માટે યોગ્ય છે. કારણ કે તેને જ આલોચના લેવાનો દુષ્કર અધ્યવસાય થાય છે. (૨) અમારી :- માયાના કારણે પોતાની જાત સારી ન હોવા છતાં સારી દેખાડવાની ઇચ્છા થાય છે. આવો માયાવી જીવ જે રીતે પાપ થયું હોય તે રીતે યથાવત્ પાપની આલોચના નથી કરી શકતો. આથી જ આલોચના કરનાર જીવ માયાવી ન હોવો જોઇએ. (3) મતિમાન :- મતિમાન એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી જીવ જ થયેલા પાપોને સમ્ય રીતે સમજી શકે અને તેથી તે પાપોની સભ્ય આલોચના પણ કરી શકે છે. આથી જ આલોચક શાસ્ત્ર ભાગીને મતિમાન થયો હોવો જોઈએ, અથવા સ્વાભાવિક માર્ગાનુસારી બુદ્ધિ હોવાને કારણે પાપોને પાપ તરીકે જાણી શકે તેવી બુદ્ધિવાળો હોવો જોઇએ. (૪) કલ્પસ્થિત :- કલ્પસ્થિત એટલે મર્યાદામાં રહેલો. સામાન્ય રીતે આલોચક આત્માએ સાધુજીવન, શ્રાવકજીવન કે સમ્યગ્દર્શનની મર્યાદા સ્વીકારેલી હોવી જોઇએ. આલોચક જો સાધુ હોય તો સ્થવિર સાધુઓની દિનભરની જે ઉચિત ચર્યાઓ છે, તેમાં યત્નવાળો હોવો જોઇએ. તેમાં જે યત્નવાળો ન હોય તેને અતિચારના વિષયમાં જુગુપ્સા હોવાનો સંભવ પણ ઓછો હોય છે. મર્યાદા વગરનો જીવ કદાચ પાપનાશના આશયથી યથાવત્ આલોચના કરે તો પણ, તેની આલોચના માત્ર શબ્દરૂપ બને છે પરંતુ ભાવથી તે આલોચના કરી શકતો નથી. કારણ કે જેના જીવનમાં મર્યાદા હોય તેને જ અતિચારોના સેવન પ્રત્યે જુગુપ્સા હોય. આ જુગુપ્સાને કારણે જ તેનામાં આલોચના કરવાની યોગ્યતા રહેલી છે. (૫) અનાશસી :- આશંસા એટલે ફળની ઇચ્છા. આલોચકમાં આલોચના કરીને કંઈ મેળવવાની ઇચ્છા ન હોવી જોઈએ. સારી રીતે આલોચના કરનારને આચાર્યાદિની વિશેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy