________________
૮૯
આલોયણાવિંશિકા! અવતણિકા:
ગાથા ૮-૯માં સિદ્ધકર્મા ગુરુ કેવા હોય તે બતાવ્યું, હવે તેવા ગુરુ પાસે આલોચના કેવી રીતે કરવી જોઈએ તે બતાવે છે -
एयारिसम्मि नियमा संविग्गेणं पमायदुच्चरियं । अपुणकरणुजएणं पयासियव्वं जइजणेणं ॥१०॥ एतादृशे नियमात्संविग्नेन प्रमाददुश्चरितम् । अपुनःकरणोद्यतेन प्रकाशयितव्यं यतिजनेन ॥१०॥
અqયાર્થ:
યાદિભિ આવા પ્રકારના=ગાથા ૮-૯માં કહેલ એવા પ્રકારના ગુરુ પાસે સંવિગોનું સંવિગ્ન અને ગપુપુઝા અપુનઃકરણ ઉદ્યમવાળા નફાને યતિજન વડે પમાયહુરિયં પ્રમાદથી થયેલ દુષ્યરિતને નિયમ પયાસિયવં નિયમથી પ્રકાશિત કરાવું જોઇએ.
ગાથાર્થ:
ગાથા ૮-૯માં કહેલ એવા પ્રકારના ગુરુ પાસે સંવિગ્ન અને અપુનઃકરણ ઉદ્યમવાળા યતિજન વડે પ્રમાદથી થયેલ દુષ્યરિતને નિયમથી પ્રકાશિત કરાવું જોઇએ.
ભાવાર્થ:
ગાથા ૮-૯માં બતાવેલ ગુણોવાળા સિદ્ધકર્મા ગુરુ પાસે સાધુએ પોતાના પ્રમાદથી થયેલ દુગરિતની નિયમથી આલોચના કરવી જોઇએ. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે આવા ગુરુ મળે અને આલોચના ન કરે તો ગુણસ્થાનક રહી શકે નહીં. કદાચ સાધ્વાચારનું પૂર્ણ પાલન કરતો હોય તો પણ અંતવૃત્તિથી દોષની શુદ્ધિનો અધ્યવસાય નથી, તેથી ગુણસ્થાનક રહી શકે નહીં. અહીં દુગરિતનું વિશેષણ પ્રમાદથી થયેલ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે જ્યાં આચરણાની શકિત નથી ત્યાં પ્રવૃત્તિ ન થયેલ હોય તો તે દુષ્યરિત નથી, પરંતુ પોતાની શક્તિ હોવા છતાં પ્રમાદના કારણે અનાભોગ આદિથી વિપરીત આચરણા થઇ હોય, તેની આલોચના કરવી જ જોઈએ.
આલોચના કરતી વખતે સંવેગ હોવો જોઇએ, અને વળી પાછું તે પાપ ન થાય તેવો અપુનઃકરણનો અધ્યવસાય ઉલ્લસિત થાય તે રીતે પ્રયત્ન કરવો જોઇએ. તેમાં આલોચનાકાળમાં આલોચનીય દુષ્યરિત પ્રત્યે તીવ્ર જુગુપ્સા ઉત્પન્ન થાય તે પ્રકારનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org