________________
૭૩
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
D ચરમપરિવર્તવિંશિકા /
जह तस्सत्तीविगमे पासइ पढमो थिरे थिरे चेव । बीओ वि उवाएए तह तव्विगमे उवाएए ॥११॥ यथातच्छक्तिविगमे पश्यति प्रथमः स्थिरान्स्थिरानेव । द्वितीयोप्युपादेयांस्तथा तद्विगम उपादेयान् ॥११॥
અન્વયાર્થ
ગરજે પ્રમાણે તસત્તાવિયારે તે શક્તિનો વિગમ થયે છતે પહેમો પહેલો =બાળ fથરે સ્થિર ભાવોને થિરે વેવ સ્થિર જ પાસ જુએ છે, તદ તે પ્રમાણે વીમો વિ બીજો પણ=સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ, વિપામે તે શક્તિનો વિગમ થયે છતે સવાઈ ઉપાદેય ભાવોને ૩વી ઉપાદેયરૂપે જુએ છે.
ગાથાર્થ :
જે પ્રમાણે તે શક્તિનો વિગમ થયે છતે બાળ સ્થિર ભાવોને સ્થિર જ જુએ છે, તે પ્રમાણે સંસારપરિભ્રમણશક્તિથી યુક્ત એવો જીવ પણ તે શક્તિનો વિગમ થયે છતે ઉપાદેય ભાવોને ઉપાદેયરૂપે જુએ છે.
ભાવાર્થ -
બાળક ગોળ ગોળ ફરે છે ત્યારે તેનામાં થયેલ ભ્રમણશક્તિ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ એ સ્થિર ભાવોને અસ્થિર જુએ છે. પરંતુ જ્યારે તે શક્તિ ચાલી જાય છે ત્યારપછી સ્થિર ગૃહાદિભાવો તેને સ્થિરરૂપે જ દેખાય છે. તેમ ચરમાવર્તમાં આવ્યા પછી તેવા પ્રકારના નિમિત્તને પામીને જ્યારે જીવમાં વિવેક પેદા થાય છે, ત્યારે તેની સંસારભ્રમણની શક્તિ ચાલી જાય છે, તેથી જ આત્મા માટે ઉપાદેયભાવો તેને ઉપાદેયરૂપે દેખાય છે અને સંસારવર્તી દરેક પ્રવૃત્તિ તેને અર્થ વગરની ભાસે છે.I૪-૧૧૨
અવતરણિકા :
ગાથા-૧૧માં કહ્યું કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ થવાથી ઉપાદેયને ઉપાદેયરૂપે જીવ જુએ છે, ત્યાં પ્રશ્ન થાય કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ શેનાથી થાય છે? તેનો ઉત્તર આપતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org