________________
૭૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / ચરમપરિવર્તવિશિકા 0. છે, અને ચરમપુદ્ગલપરાવર્તમાં પણ તે સહજમલના પરિણામનો કાંઈક વિગમ થાય ત્યારે શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ પૂર્વની વિંશિકાની ગાથા-૨૦માં બતાવેલ તે રૂપ ત્રણ પ્રકારનો શુદ્ધધર્મ પ્રાપ્ત થાય છે. કેમ કે અન્ય પુદ્ગલપરાવર્તમાં જીવ હેય અને ઉપાદેય આદિ ભાવોને જાણતો નથી.
અહીં “તરતિમા'થી હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય ભાવો ગ્રહણ કરવાના છે, અને તે ત્રણ ભાવો એ છે કે, આત્માની અશુદ્ધિને કરનારા સંસારના વિષયો આત્મા માટે હેય છે અને આત્માની શુદ્ધિને કરનારા એવા સદાલંબનો આત્માને માટે ઉપાદેય છે અને કેટલાક પદાર્થો જગતમાં આત્માના ભાવોને મલિન કરવાનું કારણ બનતા નથી કે આત્માની શુદ્ધિનું કારણ બનતા નથી, તેવા પદાર્થો આત્મા માટે ઉપેક્ષણીય છે.
અહીં વિશેષ એ છે કે મોક્ષનો આશય જયારે જીવને થાય છે, ત્યારે જ એને સંસાર હેય અને મોક્ષ ઉપાદેય દેખાય છે, અને ત્યારે જ ત્રણ પ્રકારના શુદ્ધધર્મમાં વિષયશુદ્ધધર્મની પ્રાપ્તિ તેને થાય છે. વળી અન્ય પુદ્ગલપરાવર્તમાં રહેલા જીવને મોક્ષ ઉપાદેયરૂપે ભાસી જ શકતો નથી, તેથી વિષયશુદ્ધધર્મની પણ પ્રાપ્તિ તેને થઈ શકતી નથી. ક્વચિત્ સ્વર્ગના સુખમાં મોક્ષનો ભ્રમ થવાથી મોક્ષની ઈચ્છા અન્ય પુદ્ગલપરાવર્તમાં થઈ શકે, પરંતુ અન્ય પુદ્ગલપરાવર્તમાં રહેલા જીવને ભોગાદિરહિત મોક્ષમાં ઉપાદેયબુદ્ધિ થઈ શકે નહીં.II૪-૮
અવતરણિકા -
ગાથા-૮માં કહેલ કે અન્ય પુદ્ગલપરાવર્તમાં જીવ હેય અને ઉપાદેય આદિ ભાવોને જાણી શકતો નથી, તે જ વાતને દષ્ટાંતથી ભાવન કરતાં કહે છે
भमणकिरियाहियाए सत्तीए समनिओ जहा बालो । पासइ थिरे वि हु चले भावे जा धरइ सा सत्ती ॥९॥ भ्रमणक्रियाहितया शक्त्या समन्वितो यथा बालः । पश्यति स्थिरानपि खलु चलान्भावान्यावत् धरति सा शक्तिं ।।९।।
तह संसारपरिब्भमणसत्तिजुत्तो वि नियमओ चेव । हेए वि उवाएए ता पासइ जाव सा सत्ती ॥१०॥ तथा संसारपरिभ्रमणशक्तियुक्तोऽपि नियमतश्चैव । हेयानप्युपादेयांस्तावत्पश्यति यावत्सा शक्तिं ॥१०।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org