________________
0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૭૦ થતો સહજમલ જયારે કંઈક બાકી રહ્યો હોય, ત્યારે આ ચરમપુદગલપરાવર્ત થાય છે.
દરેક જીવને આ ચરમપુદ્ગલપરાવર્ત ભિન્નભિન્ન કાળે પ્રાપ્ત થાય છે અને તેનાથી ધર્મની પ્રાપ્તિ અને અનુક્રમે મોક્ષ થાય છે, આ સર્વ વાત સામાન્ય લોકને પ્રત્યક્ષ નથી અને માત્ર યુક્તિથી પણ એ સિદ્ધ થઈ શકે તેમ નથી. તેથી અહીં કહ્યું છે કે આ રીતે ચરમપુદ્ગલપરાવર્ત થાય છે એમાં પ્રમાણ શાસ્ત્રયુક્તિ છે.I૪-છા
અવતરણિકા -
આ રીતે પૂર્વમાં શાસ્ત્રયુક્તિથી ચરમપુદ્ગલપરાવર્તની સિદ્ધિ કરી. હવે તે ચરમપુદ્ગલપરાવર્તમાં શુદ્ધધર્મની પ્રાપ્તિ કેમ થાય છે અને અન્ય પુદ્ગલપરાવર્તમાં કેમ થતી નથી, તે બતાવતાં કહે છે
एयम्मि सहजमलभावविगमओ सुद्धधम्मसंपत्ती । हेयेतरातिभावे जं न मुणइ अन्नहिं जीवो ॥८॥ एतस्मिन्सहजमलभावविगमतः शुद्धधर्मसंपत्तिः । हेयेतरादिभावान् यन्न जानात्यन्येषु जीवः ॥८॥
અન્વયાર્થ:
i જે કારણથી દેવેતરતિભાવે હેય અને ઈતર-ઉપાદેય આદિ ભાવોને ઉન્નહિં અન્યોમાં અન્ય પુદ્ગલપરાવર્તામાં નીવો જીવ ન મુછડું જાણતો નથી, તે કારણથી પથમિ આમાં-ચરમપુદ્ગલપરાવર્તમાં સ માવવામગ્રીસહજમલરૂપ ભાવના વિગમથી સુદ્ધમપત્ત શુદ્ધધર્મની સંપત્તિ થાય છે.
ગાથાર્થ -
જે કારણથી જીવ અન્ય પુદ્ગલપરાવર્તામાં હેય-ઉપાદેય આદિ ભાવોને જાણતો નથી, તે કારણથી ચરમપુદ્ગલપરાવર્તમાં સહજમલરૂપ ભાવના વિગમથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ :
જીવનો અનાદિ સહજમલનો પરિણામ જે પૂર્વમાં ઘણો હતો તે ચરમપુદ્ગલપરાવર્ત કાળમાં ઓછો થાય છે, એટલે જ ચરમપુદ્ગલપરાવર્ત પ્રાપ્ત થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org