________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 કુલનીતિધર્મવિશિકા D
અવતરણિકા :
અન્યદર્શનમાં પણ કેટલાક જીવો માર્ગ ઉપર હોય છે, અને જૈનદર્શનમાં પણ કેટલાક જીવો માર્ગ ઉપર નથી હોતા, તે બતાવતાં કહે છે
૫૫
अन्नेसि तत्तचिंता देसाणाभोगओ य अन्नेसिं । दीसंति य जइणो वित्थ केइ संमुच्छिमप्पाया ॥ १५ ॥ अन्येषां तत्त्वचिन्ता देशानाभोगतश्चान्येषाम् दृश्यन्ते च यतयोप्यत्र के चित्संमूर्छिमप्रायाः ॥१५॥
અન્વયાર્થ :
અન્નત્તિ અન્યને=અન્યદર્શનમાં રહેલા કેટલાક જીવોને તત્તચિંતા તત્ત્વચિંતા (પ્રગટ થઇ હોય છે) ય અન્નપ્તિ અને અન્ય કેટલાકને રેસામો ઓ દેશ અનાભોગથી=આંશિક અનાભોગથી (તત્ત્વચિંતા પ્રગટ થઇ હોય છે) ય નૃત્ય અને અહીં=જૈનદર્શનમાં વેજ્ઞ નફો વિકેટલાક યતિઓ પણ સંમુનિઘ્યાયસંમૂકિમપ્રાયઃ વીસંતિ દેખાય છે.
ગાથાર્થ ઃ
અન્યદર્શનમાં રહેલા કેટલાક જીવોને તત્ત્વચિંતા પ્રગટ થઇ હોય છે અને અન્ય કેટલાકને આંશિક અનાભોગથી તત્ત્વચિંતા પ્રગટ થઇ હોય છે અને જૈનદર્શનમાં કેટલાક યતિઓ પણ સંમૂકિમપ્રાયઃ દેખાય છે.
ભાવાર્થ:
અન્યદર્શનમાં રહેલા કેટલાક મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે અને તેઓમાંથી પણ કેટલાકને તત્ત્વચિંતા પ્રગટ થયેલી હોય છે. આવા જીવો “જગતમાં ખરેખર તત્ત્વ શું છે?’’ એ પ્રકારની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વને જાણવા માટે યથાયોગ્ય પ્રયત્ન કરનારા હોય છે અને એથી જ આવા જીવો તે જ ભવમાં કે ક્વચિત્ સંયોગોને કારણે તે જ ભવમાં ન મળે તો જન્માંત૨માં તત્ત્વની પ્રાપ્તિ અવશ્ય કરે છે.
તેઓમાં પણ વળી કેટલાક બીજા જીવોને આંશિક અનાભોગથી તત્ત્વચિંતા વર્તે છે. તેઓમાં કોઇક ભાગને આશ્રયીને અવિચારકતા હોય છે, છતાં પણ જો વિશેષ સામગ્રી મળે તો તત્ત્વચિંતા કરી શકે તેવા હોય છે. તેઓને પણ તત્ત્વમાર્ગની પ્રાપ્તિ તત્ત્વચિંતક કરતાં દૂર હોવા છતાં પણ અવશ્ય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org