________________
૫૪
0 કુલનીતિધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
मोहपहाणे एए वेरग्गं पि य इमेसि पाएण । तग्गब्भं चिय नेयं मिच्छाभिनिवेसभावाओ ॥१४॥ मोहप्रधाना एते वैराग्यमपि चैषां प्रायः । तद्गर्भमेव ज्ञेयं मिथ्याभिनिवेशभावात् ॥१४।।
અન્વયાર્થ :
પણ આગલૌકિક ધર્મો મોપદાને મોહપ્રધાન હોય છે , અને મિચ્છામિનિસમાવા મિથ્યા અભિનિવેશનો ભાવ હોવાને કારણે રૂપસિ વેરાં પિ આ લોકોનો વૈરાગ્ય પણ પાણીપ્રાયઃ કરીનેતા પદ્મવિયનેવંતદ્ગર્ભિત=મોહગર્ભિત જ જાણવો.
ગાથાર્થ :
આ લૌકિક ધર્મો મોહપ્રધાન હોય છે અને મિથ્યા અભિનિવેશનો ભાવ હોવાને કારણે આ લોકોનો વૈરાગ્ય પણ પ્રાયઃ કરીને મોહગર્ભિત જ જાણવો.
ભાવાર્થ :
અન્યદર્શનમાં રહેલા જીવોના ધર્મમાં મોહની પ્રધાનતા હોય છે, અને પ્રાયઃ કરીને તેઓનો વૈરાગ્ય પણ મોહગર્ભિત જ હોય છે, કેમ કે વિચાર્યા વગર સ્વદર્શનના પક્ષપાતથી તેઓ ધર્મમાં પ્રવૃત્ત થતા હોય છે. અન્ય ધર્મમાં પણ કેટલાક તત્ત્વજિજ્ઞાસાને કારણે વિચારક હોય છે, અને તેથી તેઓ સ્વપ્રજ્ઞાને અનુરૂપ તત્ત્વ-અતત્ત્વનો વિચાર કરતા હોય છે. જ્યાં તેઓ નિર્ણય નથી કરી શકતા ત્યાં આપ્તપુરુષના વચન પ્રમાણે ચાલવા યત્ન કરતા હોય છે. આવા જીવોની બાદબાકી કરવા માટે જ અહીં પ્રાયઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. આવા જીવો ક્વચિત્ ખોટા માર્ગ ઉપર હોય તો પણ પ્રજ્ઞાપનીય હોય છે. એટલે જ્યારે તેઓ વિશેષ સામગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે તેઓનો વૈરાગ્યભાવ તત્ત્વપ્રાપ્તિનું કારણ પણ બને છે. પરંતુ વિચાર્યા વગર જે લોકો સ્વશાસ્ત્ર પ્રત્યે બદ્ધ આગ્રહવાળા હોય છે, તેઓ મિથ્યા અભિનિવેશવાળા જ છે અને તેથી તેઓના વૈરાગ્યને મોહગર્ભિત કહ્યો છે. આ વૈરાગ્ય મોક્ષનું કારણ નથી બની શક્તો.
અહીં પ્રાયઃ શબ્દથી જેઓની વ્યાવૃત્તિ કરી છે તેવા જીવો લૌકિક ધર્મ કરતા હોય ત્યારે પણ પ્રજ્ઞાપનીય હોવાને કારણે તેઓનો વૈરાગ્ય મોહગર્ભિત હોવા છતાં પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ હોય છે. તેથી તેઓ દૂરવર્તી હોવા છતાં પણ મોક્ષમાર્ગમાં છે. [૩-૧૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org