________________
૩૯
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
0 અનાદિવિશિકા ]
અન્વયાર્થ :
અર્થ આ=સહજમલ પુખ વળી ત મેયરી,સંબંધનોકાયારૂવું તે પ્રકારના કર્મનો અને ઈતરનો=આત્માનો, પરસ્પર અનુસંબંધ કરાવવાની યોગ્યતારૂપ છે. (અને) તમારે આના=સહજમલના અભાવમાં સિદ્ધી માવUTT— Tયંસિદ્ધોનું દષ્ટાંત આભાવનાગમ્ય છે.
ગાથાર્થ :
સહજમલ, વળી તે પ્રકારના કર્મનો અને આત્માનો પરસ્પર અનુસંબંધ કરાવવાની યોગ્યતારૂપ છે, અને સહજમલના અભાવમાં આભાવનાગમ્ય સિદ્ધાનું દૃષ્ટાંત છે.
ભાવાર્થ : -
સહજમલ એટલે અનાદિકાળથી જીવમાં રહેલી એક યોગ્યતા કે જેના કારણે કર્મ અને આત્માનો પરસ્પર સંબંધ થાય છે. આ સહજમલ જીવના પરિણામસ્વરૂપ જ
છે.
ગ્રંથકારે ગાથામાં માત્ર “કર્મનો અને આત્માનો પરસ્પર અનુસંબંધ” એમ નથી કહ્યું પરંતુ આ સંબંધ સામાન્ય સંબંધ કરતાં વિલક્ષણ છે તે બતાવવા માટે “તે પ્રકારનો કર્મનો અને આત્માનો પરસ્પર અનુસંબંધ” એમ કહ્યું છે જે કથંચિત્ તાદાસ્યભાવસ્વરૂપ છે, જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
ચૌદ રાજલોકમાં એવી એક જગ્યા નથી કે જયાં જીવ અને પુગલો સાથે રહેતા ન હોય. તેથી સાથે રહેવારૂપ સંબંધ તો દરેક જીવનો પુદ્ગલ સાથે છે જ. સિદ્ધના આત્માઓ પણ જે આકાશમાં રહે છે તે જ આકાશપ્રદેશમાં અનંત કાર્મણવર્ગણાઓ હોય છે. તેથી સિદ્ધના આત્માઓનો પણ કર્મ સાથે એક ક્ષેત્રમાં સાથે રહેવા જેટલો તો સંબંધ છે જ, જયારે સંસારી જીવોનો જે કર્મ સાથે સંબંધ છે તે અન્યોન્યભાવઅનુગમનસ્વરૂપ છે. આવા સંબંધને કારણે જ આત્મા સાથે સંલગ્ન એવા પુદ્ગલમાં કંઇ થાય તો આત્મામાં કંઈ થાય છે અને આત્માને કંઈ થાય તો પુદ્ગલને અસર થાય છે. કર્મ વિપાકમાં આવે ત્યારે આત્માને અસર થાય છે અને જ્યારે જીવ કાંઈ વિચારે છે ત્યારે કર્મને અસર થાય છે. આ એકના ભાવની બીજાને અસર થવી તે જ અન્યોન્યભાવઅનુગમન છે. વળી સંસારી જીવોનો કર્મ સાથે સંબંધ માત્રા સાથે રહેવારૂપ નથી, પરંતુ કથંચિત્ તાદાસ્યભાવ સ્વરૂપ છે. એટલે જ જયાં જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org