________________
૩૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અનાદિવિંશિકા / भव्वत्तं पुणमकयगमणिच्चमो चेव तहसहावाओ । जह कयगो वि हु मुक्खो निच्चो वि य भाववइचित्तं ॥१५॥ भव्यत्वं पुनरकृतकमनित्यं चैव तत्स्वभावात् । यथा कृतकोपि खलु मोक्षो नित्योपि च भाववैचित्र्यम् ।।१५।।
અવાર્થ -
નદ વયનો વિદુ મુક્વો નિચ્ચો વિ ય ખરેખર જેમ મોક્ષ કૃતક પણ છે અને નિત્ય પણ છે, પુuતેમ વળીતરંસદાવાગો તથાસ્વભાવથી ભવ્રત્ત મજ્યમાધ્યમો વેવ અકૃતક પણ ભવ્યત્વ અનિત્ય જ છે. (ત્યાં પ્રશ્ન થાય છે આવું કેમ છે? તેથી કહે છે કે, ભાવવત્ત ભાવોનું વૈચિત્ર્ય છે.
ગાથાર્થ :
ખરેખર જેમ મોક્ષ કૃતક પણ છે અને નિત્ય પણ છે, તેમ વળી તથાસ્વભાવથી અકૃતક પણ ભવ્યત્વ અનિત્ય જ છે. (ત્યાં પ્રશ્ન થાય છે, આવું કેમ છે? તેથી કહે છે કે, ભાવોનું વૈચિત્ર્ય છે.
ભાવાર્થ :
ભવ્યત્વ અકૃતક છે તેથી સામાન્ય રીતે એમ ભાસે કે જેમ આકાશ, જીવ, પુદ્ગલ આ બધા પદાર્થો કોઇના વડે કરાયેલા નથી, તેથી અનાદિ છે અને નિત્ય પણ છે; તેની જેમ ભવ્યત્વ પણ નિત્ય હોવું જોઈએ. આમ છતાં ભવ્યત્વ અકૃતક હોવાથી અનાદિ તો છે, પરંતુ તેવા પ્રકારના સ્વભાવને કારણે જ નિત્ય નથી. ત્યાં શંકા થાય કે આવું વૈચિત્ર્ય કેવી રીતે હોય? તેથી તેના જેવા અન્ય વૈચિત્ર્યને બતાવતાં કહે છે કે, જેમ સામાન્ય રીતે જે કૃતક હોય છે તે અનિત્ય જ હોય, જેમ ઘટ-પટ આદિ, પરંતુ મોક્ષ કૃતક હોવા છતાં પણ નિત્ય છે. તેમ અકૃતક પણ ભવ્યત્વ અનિત્ય જ છે. ત્યાં પ્રશ્ન થાય કે આવું કેમ છે? તેથી કહે છે કે ભાવોનું વૈચિત્ર જ આમાં કારણ છે.ર-૧પ
एवं चेव दिदिक्खा भवबीजं वासणा अविज्जा य । सहजमलसद्दवच्चं वन्निज्जइ मुक्खवाइहिं ॥१६॥ एवम् चैव दिदृक्षा भवबीजं वासना अविद्या च । सहजमलशब्दवाच्यं वर्ण्यते मोक्षवादिभिः ॥१६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org