________________
7 અનાદિવિંશિકા –
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૩૬
આ=બંધ છે, તા તે કારણથી ન હતુ વં (બંધ) આ પ્રકારનો=ભવ્યત્વ જેવો નથી.
ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાાર્થ ઃ
જે પ્રકારે ભવ્યત્વ અકૃતક છે અને નિત્ય જ નથી, તે પ્રકારે બંધ પણ કેમ નહીં? (આ પ્રકારની શંકાના જવાબરૂપે કહે છે.) જે કારણથી ક્રિયા અને ફળનો યોગ છે જેને એવો બંધ છે, તે કારણથી બંધ ભવ્યત્વ જેવો નથી.
ભાવાર્થ :
અહીં ઋિરિયાતનોો એ બંધનું વિશેષણ હોવા છતાં એ હેતુ અર્થક વિશેષણ છે. બંધને ક્રિયાનો અને ફળનો જોગ છે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે જીવની ક્રિયાથી કર્મ બંધાય છે, તેથી બંધ પ્રત્યે ક્રિયાનો યોગ છે. બંધાયેલું કર્મ ફળ આપે છે અને વિનાશ થાય છે, તેથી ફળની સાથે બંધનો યોગ છે. ક્રિયા અને ફળની સાથે યોગ હોવાને કારણે જ બંધ ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને ફળ આપીને વિનાશ થાય છે એમ સિદ્ધ થાય છે. તેથી ભવ્યત્વના જેવો અનાદિ-સાંત બંધ સ્વીકારી શકાય નહીં, પરંતુ તેને જન્ય અને પ્રવાહથી જ અનાદિ સ્વીકારવો પડે.
અહીં વિશેષ એ છે કે ભવ્યત્વ એ જીવનો પારિણામિક ભાવ છે. તેથી જીવની જેમ ભવ્યત્વ પણ અનાદિ છે. આમ છતાં, તે ભવ્યત્વ મોક્ષમાં જવાની યોગ્યતારૂપ છે, તેથી મોક્ષરૂપ કાર્ય થાય છે ત્યારે ભવ્યત્વ નાશ થાય છે. આથી ભવ્યત્વ અનાદિસાંત છે, જ્યારે બંધ ભવ્યત્વ જેવો નથી. જીવ અનાદિથી સંસારમાં છે તેથી અનાદિ કાળથી ક્રિયાદ્વારા કર્મનો બંધ છે અને બંધાયેલા કર્મના ફળને ભોગવે છે. તેથી તે તે બંધાયેલું કર્મ બંધાતી વખતે અસ્તિત્વમાં આવે છે અને ફળ આપીને વિનાશ થાય છે. આમ છતાં પ્રવાહરૂપે બંધ અનાદિ છે, તેથી પ્રવાહની અપેક્ષાએ બંધ અનાદિ છે. જે ભવ્ય જીવ મોક્ષમાં જાય તેનો બંધ અટકી જાય, તેથી ભવ્ય જીવની અપેક્ષાએ બંધ અનાદિ-સાંત છે અને અભવ્ય જીવ સદા સંસારમાં રહેવાનો છે, તેથી તેનો કર્મબંધ અનાદિ-અનંત છે.૨-૧૪
અવતરણિકા :
પૂર્વમાં બંધ ભવ્યત્વ જેવો નથી તે સિદ્ધ કર્યું, હવે ભવ્યત્વ અને મોક્ષ કેવો છે તે બતાવવા કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org