________________
ઇ અનાદિવિંશિકા જી
અવતરણિકા :
અહીં પૂર્વપક્ષી કહે કે ભગવાનને સર્વ અભિલષિતની સિદ્ધિ થઇ ગઇ છે માટે તેઓ કંઇ કરતા નથી, તો તમે તેમની ભક્તિ કેમ કરો છો? તેથી કહે છે...
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
धम्माधम्मनिमित्तं नवरमिहं हंत होइ एसो वि । इहरा उ थयक्कोसाइ सव्वमेयम्मि विहलं तु ॥ ९ ॥ धर्माधर्मनिमित्तं केवलमिह हन्त भवति एषोपि इतरथा तु स्तवाक्रोशादि सर्वमेतस्मिन्विफलं तु ॥९॥ અન્વયાર્થ :
રૂદું અહીંયાં=આ જગતમાં સો વિ આ પણ=ભગવાન પણ નવરમ્ ધમ્માધમ્મનિમિત્તે દંત કેવળ ધર્મધર્મનું નિમિત્ત થાય છે. ૩ વળી રૂ। આવું ન માનો તો —િઆ વિષયક=ભગવાન વિષયક થયોસાઽસ્તવ-આક્રોશાદિસત્વમ્ વિનં તુ હોરૂ સર્વ વિફળ જ થાય.
ગાથાર્થઃ
આ જગતમાં ભગવાન પણ કેવળ ધર્માધર્મનું નિમિત્ત છે, વળી આવું ન માનો તો ભગવાન વિષયક સ્તવ-આક્રોશાદિ સર્વ વિફળ જ થાય.
30
ભાવાર્થ:
ભગવાનની સ્તુતિ કરવાથી જે ધર્મની=પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આક્રોશ કરવાથી જે અધર્મની=પાપની પ્રાપ્તિ થાય છે, તેમાં ભગવાન નિમિત્તમાત્ર છે. ભગવાન કર્તાભાવે કાંઇ કરતા નથી પરંતુ નિમિત્તભાવે તો કામ કરે જ છે. તેથી જ ભગવાનને નિમિત્ત કરી પોતાનામાં ભગવાનના જેવા ગુણ પ્રાપ્ત થાય તેવી ઇચ્છાથી જેઓ ભગવાનની સ્તુતિ કરે છે, તેમને પુણ્યબંધ થાય છે; તથા ભગવાન પ્રત્યેના અનાદરને કારણે જેઓ તેમની નિંદાકરવારૂપ અશુભ ભાવ કરે છે, તેમને નિયમા પાપબંધ થાય છે. માટે ગુણવિકાસની ઇચ્છાવાળા આત્માઓ આ ભગવાનની ભક્તિ કરે છે.
Jain Education International
આનાથી એ ફલિત થયું કે ભગવાનની સ્તુતિ કરનાર કે આક્રોશ કરનારને ભગવાન શુભ કે અશુભ ફળ આપતા નથી, પરંતુ ભગવાનનું નિમિત્ત કરીને જીવો સ્વપરિણામથી જ શુભ કે અશુભ ફળ પ્રાપ્ત કરે છે, તેથી ભગવાનને તો સર્વ અભિલષિતની સિદ્ધિ છે જ અને માટે જ એ ભક્તિપાત્ર છે.II૨-૯॥
For Personal & Private Use Only
www.jainelibrary.org