________________
અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ભાવાર્થ :
ઘણા લોકોનું એવું માનવું છે કે આ લોક સદા રહેતો નથી, કેમ કે તેનો તેવો સ્વભાવ છે કે તે સદા ન રહે. તો ગ્રંથકાર કહે છે કે આ લોકનો તેવો સ્વભાવ છે કે તે શાશ્વતકાળ રહે છે, તેમ માનવામાં પણ શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. તેથી “લોકનો સદા ભાવ નથી” એવી માન્યતાનું સ્થાપન તથાસ્વભાવત્વ હેતુથી થઈ શકે નહીં. ૨-૭
અવતરણિકા -
સાતમી ગાથામાં “લોકનો સદા ભાવ નથી” તેવું સ્થાપન કરવા માટે પૂર્વપક્ષીએ પ્રયત્ન કર્યો અને તેમાં હેતુ તથાસ્વભાવત્વ આપ્યો, પરંતુ તે રીતે તો તથાસ્વભાવત્વને અભાવગત સ્વીકારીને “લોકનો સદા અભાવ નથી” તેની પણ સિદ્ધિ થઈ શકે. તેથી પૂર્વપક્ષી “લોકનો સદા ભાવ નથી” એવી પોતાની માન્યતાનું સ્થાપન કરવા બીજી યુક્તિ બતાવે છે, અને ગ્રંથકાર તેનું નિરાકરણ કરતાં કહે છે
सो भावऽभावकारणसहाव भयवं हविज्ज नेयं पि । सव्वाहिलसियसिद्धीओ अन्नहा भत्तिमत्तं तु ॥८॥ स . भावाभावकारणस्वभावो भगवान्भवेन्नौतदपि । सर्वाभिलषितसिद्धयोन्यथा भक्तिमात्रं तु ॥८॥
અન્વયાર્થ :
નો માવડમાવવIRUાસરાવ મયવંવિન્ગ “તે ભાવઅભાવનું કારણ છે સ્વભાવ જેને એવા ભગવાન થાઓ.” સવ્વાહિત્નસિયસો નેયં પિ (ભગવાનને) સર્વ અભિલષિતની સિદ્ધિ હોવાથી આ વાત પણ યુક્ત નથી. અત્રણ મત્તિમજં તુ આવું ન માનો તો વળી (તે ભગવાનની ભક્તિ) ભક્તિમાત્ર થશે.
ગાથાર્થ -
તે ભાવ-અભાવનું કારણ છે સ્વભાવ જેને એવા ભગવાન થાઓ” આ વાત પણ યુક્ત નથી, કારણ કે ભગવાનને સર્વ અભિલષિતની સિદ્ધિ છે. આવું ન માનો તો વળી તે ભગવાનની ભક્તિ ભક્તિમાત્ર થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org