________________
૨૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
* અહીં ગાથા-૪માં નિયમ ને સ્થાને વિમ શબ્દ ભાસે છે, તે પ્રમાણે અર્થ કરેલ છે, પાઠ મળ્યો નથી. ‘ય’ ‘વાર’ અર્થક છે.
ઇ અનાદિવિંશિકા જી
ગાથાર્થ :
બીજી ગાથામાં બતાવેલ પાંચે પદાર્થો અનાદિ-અનિધન (અનંત) છે અને તે તે પ્રકારે પોતાના સ્વભાવમાં કેવલ કાર્યકારણભાવથી વર્તે છે પરંતુ પરસ્વરૂપે થતા નથી, અને તેમનો અભાવ પણ થતો નથી; કારણ કે તેમની સત્તાના જ વિગમનો વિરહ છે. એ રીતે અનાદિ એવા આ પાંચે પદાર્થો તે તે પ્રકારે પરિણતિ સ્વભાવવાળા છે.
Jain Education International
ભાવાર્થ :
બીજી ગાથામાં બતાવેલા “ધર્માસ્તિકાયાદિ પાંચે પદાર્થો અનાદિ-અનંત છે.’ એમ કહેવાથી તે પદાર્થો શાશ્વત છે એટલી જ પ્રાપ્તિ થઈ, પરંતુ તેઓની અવસ્થાન્તરની પ્રાપ્તિ થાય છે કે નહીં? તેનો નિર્ણય અનાદિ-અનંત કહેવાથી થતો નથી. તેથી આ ગાથામાં કહે છે કે દરેક પદાર્થ પોતાના સ્વભાવથી જ કાર્યકારણભાવરૂપે વર્તે છે, અર્થાત્ તે દરેક દ્રવ્ય પોતાનામાં થતા પર્યાયો પ્રત્યે કારણ છે અને તે તે ક્ષણમાં થતો પર્યાય કાર્ય છે. તેમજ દરેક દ્રવ્ય, અન્ય દ્રવ્ય પ્રત્યે પણ યથાયોગ્ય પરસ્પર નિમિત્તકારણરૂપે પોતાના સ્વભાવથી વર્તે છે ત્યારે, અન્ય દ્રવ્યમાં થતા કાર્ય પ્રત્યે તે દ્રવ્ય પોતાના સ્વભાવથી જ નિમિત્તકારણરૂપે બને છે. આનાથી એ પ્રાપ્ત થયું કે પોતાનામાં થતા પર્યાયો પ્રત્યે દ્રવ્ય ઉપાદાનકારણ છે અને અન્ય દ્રવ્યમાં થતા કાર્ય પ્રત્યે યથાયોગ્ય નિમિત્તભાવરૂપે કારણ છે; અને અન્ય દ્રવ્ય પ્રત્યે નિમિત્તકારણ હોવા છતાં પણ કોઇ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડીને પરરૂપે થતું નથી, અર્થાત્ જીવ પુદ્ગલ બનતો નથી અને પુદ્ગલ ક્યારે પણ જીવ બનતું નથી. આ રીતે સર્વ દ્રવ્યમાં જાણવું.
વળી તે સર્વ દ્રવ્યનો અભાવ કયારેય થતો નથી, કારણ કે દ્રવ્યના પર્યાયો પરિવર્તન થયા કરે છે તો પણ તે દ્રવ્યની સત્તાનો ક્યારે પણ નાશ થતો નથી; અને એ રીતે એટલે કે નિજસ્વભાવથી કાર્યકારણભાવરૂપે વર્તે છે, પરરૂપે થતા નથી અને તેઓનો અભાવ થતો નથી. એ રીતે, આ પાંચે પદાર્થ તે તે પ્રકારના પરિણતિ સ્વભાવવાળા છતાં અનાદિ છે, પરંતુ પરિણામાંતરને પામ્યા વગરના અનાદિ નથી.IIર
૩/૪||
For Personal & Private Use Only
www.jainelibrary.org