________________
૨૦
0 અનાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
આ લોક અનાદિનો કેમ છે તેને બતાવનારી યુક્તિ સ્વયં ગ્રંથકાર આગળ બતાવવાના છે, તો પણ અહીં એટલું કહ્યું કે “લોક પંચાસ્તિકાયમય છે અને અનાદિ છે” એમ સ્વીકારવામાં સર્વજ્ઞનું વચન જ પ્રમાણ છે. તેનો ભાવ એ છે કે જે પદાર્થ અતીન્દ્રિય હોય છે તેને છદ્મસ્થ જોઈ શકતો નથી, અને તેથી જ છબચે તો અતીન્દ્રિય પદાર્થની વિચારણા કરતી વખતે અતીન્દ્રિય પદાર્થને જોનારા સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ રાખીને, તેમનાં વચનો યુક્તિથી ઘટે છે કે નહીં તેની જ વિચારણા કરવાની હોય છે, અને દષ્ટ એવા લોકનું પણ અનાદિપણું તો અતીન્દ્રિય જ છે તેથી, છબસ્થને જો તેની વિચારણા કરવી હોય તો પહેલાં સર્વજ્ઞ લોકને પંચાસ્તિકાયમય, અનાદિ કહેલ છે; તે વચનને પ્રમાણરૂપ સ્વીકારવું પડે, અને ત્યારપછી તેમાં પોતાની બુદ્ધિ પ્રમાણે યુક્તિઓ લગાડે તો જ તેને સમજાય કે લોકને અનાદિ માનવામાં કોઈ બાધ આવતો નથી અને વર્તમાનની દષ્ટવ્યવસ્થા પણ તેમ માનવાથી જ વધુ સંગત થાય છે. આ રીતે જ છદ્મસ્થ અતીન્દ્રિય પદાર્થની વિચારણા કરી શકે. તેથી જ અહીં કહ્યું કે “આ વિષયમાં વચન જ પ્રમાણ છે.''Jર-૧૫
અવતરણિકા -
પ્રથમ શ્લોકમાં અનાદિમાન લોકને બતાવ્યો, હવે લોકના અંગભૂત જે પાંચ અસ્તિકાય છે તેનાં લક્ષણો બતાવતાં કહે છે
धम्माधम्मागासा गइठिइअवगाहलक्खणा एए । जीवा उवओगजुया मुत्ता पुण पुग्गला णेया ॥२॥ धर्माधर्माकाशा गतिस्थित्यवगाहलक्षणा एते । जीवा उपयोगयुता मूर्ताः पुनः पुद्गला ज्ञेयाः ॥२॥
અન્વયાર્થ -
UM વિવાહિત્નgઘાઘમાસા આ ગતિ, સ્થિતિ, અવકાશ લક્ષણવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, નવા વોનુયા ઉપયોગયુક્ત જીવો પુછી વળી મુત્તા પુત્ની મૂર્ત એવાં પુગલો જોયા જાણવાં.
છેપહેલી ગાથામાં કહેલ કે લોક પંચાસ્તિકાયમય છે, તે કથનથી બુદ્ધિમાં ઉપસ્થિત એવા પંચાસ્તિકાયને પરામર્શ કરવાથું “U” શબ્દ મૂકેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org