________________
૧૪
અધિકારવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૩. ભિક્ષાની શુદ્ધ વિધિઃ તેરમી વિંશિકામાં સંયમજીવનના વિશેષ અંગરૂપ ભિક્ષાની શુદ્ધ વિધિ બતાવશે.
૧૪. ભિક્ષાવિધિના અંતરાયાદિ ચૌદમી વિશિકામાં અશુદ્ધિનાં લિંગ છે અંતમાં જેને એવા ભિક્ષાવિધિના અંતરાયો બતાવશે.
૧૫. આલોચનાવિધિ: પંદરમી વિશિકામાં આલોચનાની વિધિ બતાવશે, કેમ કે યતિધર્મ ગ્રહણ કર્યા પછી ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા, ભિક્ષાશુદ્ધિ અને ભિક્ષાના અંતરાયોના નિવારણ અર્થે યત્ન આવશ્યક છે, તેથી તે તે વિશિકાઓ પૂર્વમાં બતાવી; હવે યતિધર્મમાં યત્ન કરવા છતાં અનાભોગાદિથી સ્કૂલનાઓનો સંભવ છે તેના નિવારણ માટે આલોચનાવિધિ બતાવશે.
૧૬. પ્રાયશ્ચિત્તથી શુદ્ધિનો ભાવઃ દોષોની શુદ્ધિ અર્થે આલોચના કર્યા પછી ઉચિત પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરવી આવશ્યક છે. તેથી આલોચના વિંશિકા પછી પ્રાયશ્ચિત્ત વિંશિકા બતાવશે.
૧૭. યોગની વિધિ ધર્મબીજથી માંડીને ક્રમસર શ્રાવકધર્મ-સાધુધર્મ બતાવ્યા. ત્યારપછી સાધુની આચરણા અને તેમાં થતા દોષોની શુદ્ધિના ઉપાયો બતાવ્યા. હવે સંયમજીવનની ક્રિયાઓ કઈ રીતે કરવાથી મોક્ષની સાથે આત્માને જોડી શકાય તે બતાવવા માટે સત્તરમી યોગવિંશિકા બતાવશે.
૧૮. સુપરિશુદ્ધ કેવળજ્ઞાનઃ સમ્યફ યોગના સેવનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બતાવવા અર્થે સુપરિશુદ્ધ એવા કેવળજ્ઞાનને અઢારમી વિશિકામાં બતાવશે.
અહીં કેવળજ્ઞાનને “સુપરિશુદ્ધ' વિશેષણ એટલા માટે આપેલ છે કે અત્યાદિ જ્ઞાનો “સુપરિશુદ્ધ' નથી, જયારે કેવળજ્ઞાન સુપરિશુદ્ધ છે, તે બતાવવું છે.
૧૯. સિદ્ધના ભેદો : કેવળજ્ઞાનના ફળસ્વરૂપ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ છે, તેથી ઓગણીસમી વિંશિકામાં સિદ્ધના ભેદો બતાવશે.
૨૦. સિદ્ધનું પરમસુખઃ સિદ્ધાવસ્થામાં કેવું પરમસુખ છે તે વીસમી વિંશિકામાં બતાવશે.ll૧-૧૧/૧૨/૧૩/૧૪/૧૫
एए इहाहिगारा वीसं वीसाहि चेव गाहाहिं । फुडवियडपायडत्था नेया पत्तेयपत्तेयं ॥१६॥ एते इहाधिकारा विंशतिर्विशत्या चैव गाथाभिः । स्फुटविकटप्रकटार्था ज्ञेयाः प्रत्येकप्रत्येकम् ॥१६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org