________________
૧૩
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / અધિકારવિંશિકા / અનાદિ ન હોય તો પરલોકાદિ ન હોઇ શકે અને પરલોકાદિ ન હોય તો ધર્મનું પ્રયોજન શું? વગેરે પ્રશ્નો થાય.
૩. કુળનીતિ અને લોકધર્મોઃ લોક અનાદિ સિદ્ધ થયા પછી પ્રથમ લૌકિક ધર્મો બતાવવા માટે ત્રીજી વિંશિકામાં કુળનીતિ અને લોકધર્મો બતાવશે, જેથી લૌકિક અને લોકોત્તર ધર્મની વિશેષતાઓ સમજી શકાય અને લૌકિક ધર્મનું શું ફળ છે? અને લોકોત્તર ધર્મનું લૌકિક ધર્મ કરતાં શું વિશેષ ફળ છે તે પણ બતાવી શકાય.
૪. શુદ્ધચરમપુદ્ગલપરાવર્તઃ અનાદિ પણ લોકમાં જીવો અનાદિ કાળથી છે, અને અનાદિ કાળથી સંસારમાં રહેતા જીવના દરેક પુદ્ગલપરાવર્ત અશુદ્ધ છે, અને ચરમપુદ્ગલપરાવર્ત શુદ્ધ છે. તેથી ચરમપુદ્ગલપરાવર્તમાં જીવ ધર્મનો અધિકારી બને છે તે બતાવવા, અને જેનાથી પોતે ધર્મનો અધિકારી છે કે નહિ તે પ્રકારનો નિર્ણય વિવેકી વ્યક્તિ કરી શકે તે બતાવવા, ચોથી ચરમપુદ્ગલપરાવર્ત વિંશિકા બતાવશે.
૫. શુદ્ધ ધર્મના બીજાદિનો ક્રમ: ચરમપુદ્ગલપરાવર્તમાં પણ લોકોત્તર ધર્મો બીજાદિના ક્રમથી પ્રાપ્ત થાય છે, એ વાત પાંચમી બીજાદિવિશિકામાં બતાવશે.
૬. સદ્ધર્મ : પાંચમી વિંશિકામાં બતાવેલ બીજાદિ ક્રમમાં ફળસ્થાનીય સમ્યક્તરૂપ શુદ્ધ ધર્મને છઠ્ઠી સદ્ધર્મવિશિકામાં બતાવશે.
૭. દાનવિધિ : સમ્યક્ત પામ્યા પછી જીવ ખરેખર આચરણારૂપ ધર્મનો અધિકારી બને છે, અને ચાર પ્રકારના આચરણારૂપ ધર્મમાં દાનધર્મ પ્રથમ છે, તેથી સાતમી દાનવિશિકામાં દાનની વિધિ બતાવશે.
૮. પૂજાવિધિ : સમ્યક્ત પામ્યા પછી પ્રથમ દાનધર્મ અને ત્યારપછી ઉત્તમ પુરુષોની ભક્તિ જ કર્તવ્યરૂપ છે, તેથી સાતમી વિંશિકામાં દાનધર્મ બતાવ્યા પછી આઠમી વિંશિકામાં પૂજાધર્મ બતાવશે, કેમ કે દાન અને પૂજા સમ્યક્તની વિશેષ શુદ્ધિનાં કારણો છે.
૯. શ્રાવકધર્મ નવમી વિંશિકામાં સમ્યક્તની ઉપરની ભૂમિકારૂપ શ્રાવકધર્મ બતાવશે.
૧૦. શ્રાવકપ્રતિમા : દશમી વિંશિકામાં શ્રાવકની પ્રતિમા કે જે વિશેષ શ્રાવકધર્મરૂપ છે તે બતાવશે.
૧૧. યતિધર્મ : અગિયારમી વિશિકામાં શ્રાવકધર્મની પ્રતિમાથી વિશેષ ભૂમિકારૂપ યતિધર્મ-સાધુધર્મ, છે તે બતાવશે.
૧૨. યતિધર્મની શિક્ષા : બારમી વિંશિકામાં યતિધર્મની બે પ્રકારની શિક્ષા૧.ગ્રહણશિક્ષા અને ૨ આસેવનશિક્ષા બતાવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org