________________
૨૧૮
0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન વિણેસા સવિશેષ હોય છે. ત્તિ સમાપ્તિ માટે છે.
ગાથાર્થ :
નોકરો વડે પણ નવ માસ સુધી આરંભાદિ ન કરાવે તે પ્રેષણત્યાગપ્રતિમા, પ્રવર્તન ક્રિયાના ત્યાગરૂપ પ્રતિમા છે. વળી નવમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકની પૂર્વની આઠ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ સવિશેષ હોય છે.
ભાવાર્થ : -
આ પ્રતિમામાં શ્રાવક સ્વયં આરંભ કરતો નથી અને કોઈની પાસે આરંભ કરાવતો પણ નથી. આમ છતાં, પંચાશકની ટીકા પ્રમાણે આ નવમી પ્રતિમાધારી શ્રાવક પોતાનાં આહારાદિ માણસ પાસે મંગાવતો પણ હોય, અને ત્યાં શક્ય એટલી યતના જાળવે છે. આમ, આવો અલ્પ આરંભ કરાવવાની પ્રવૃત્તિ આ પ્રતિમાધારીને હોય છે; પરંતુ વ્યવહારિક એટલે કે વ્યાપાર સંબંધી કાર્યો માણસો પાસેથી કરાવવાનું આ પ્રતિમામાં વર્જન હોય છે. નવ મહિના સુધી પોતે સર્વથા આરંભાદિને વર્જન કરે છે અને વ્યાપાર આદિ પણ તે કાળમાં સર્વથા ત્યાગ કરે છે. ફક્ત પોતાની જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ માણસ પાસે યતનાપૂર્વક કરાવે તે પૂરતો સીમિત આરંભ આ પ્રતિમામાં હોય છે.
પૂર્વની સર્વ પ્રતિમાઓમાં કરાતી ક્રિયાઓ નવમી પ્રતિમામાં વિશેષરૂપે કરવાની હોય છે. પૂર્વ પૂર્વની પ્રતિમા કરતાં ઉત્તર ઉત્તરની પ્રતિમા સંયમને અભિમુખ થવા માટે હોય છે તેથી, આ પ્રતિમામાં શ્રાવક પૂર્વની બધી પ્રતિમાની ક્રિયાઓ અત્યંત નિપુણતા પૂર્વક કરે છે. જેમ જેમ અભ્યાસનો અતિશય થાય છે તેમ તે પાપવ્યાપારના વર્જનની પ્રવૃત્તિ અતિશયિત થાય છે. તેથી અહીં તેઓની સર્વ પ્રતિમાઓની ક્રિયાઓ પણ સવિશેષ હોવી જોઇએ. તેને આશ્રયીને આ સર્વ ક્રિયાઓ અહીં વિશેષ છે, એમ આ ગાથામાં કહેલ હોવું જોઇએl૧૦-૧૫
અવતરણિકા -
હવે દસમી ઉદિષ્ટવર્જનપ્રતિમા બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org