________________
૨૧૯
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકપ્રતિમાવિંશિકા ! उद्दिट्ठाहाराईण वज्जणं इत्थ होइ तप्पडिमा । दसमासावहि सज्झायझाणजोगप्पहाणस्स ॥१६॥ उद्दिष्टाहारादीनां वर्जनमत्र भवति तत्प्रतिमा । दशमासावधि स्वाध्यायध्यानयोगप्रधानस्य
|
|
અન્વયાર્થ :
સમાસાવદિસ માસ સુધી સાક્ષાનો પ્રારૂસ્વાધ્યાય-ધ્યાનયોગ છે પ્રધાન જેને તેવા શ્રાવકને રૂસ્થ અહીં દશમી પ્રતિમામાં દિહીરાકું વક્તા ઉદ્દિષ્ટ આહારાદિ વર્જન છે, તUડિમ દોડ઼ તે દસમી ઉદ્દિષ્ટત્યાગ નામની પ્રતિમા છે.
ગાથાર્થ :
દસ માસ સુધી સ્વાધ્યાય-ધ્યાનયોગ છે પ્રધાન જેને તેવા શ્રાવકને અહીં દશમી પ્રતિમામાં ઉદિષ્ટ આહારાદિ વર્જન છે, તે દસમી ઉદિત્યાગ નામની પ્રતિમા છે.
ભાવાર્થ :
દસમી પ્રતિમામાં દસ મહિના સુધી ઉદિષ્ટ આહારનો ત્યાગ હોય છે, એટલે કે પોતાના માટે ન બનેલો હોય તેવો આહાર કે પોતાના શરીર માટે જરૂરી એવી અન્ય સર્વ પોતાના માટે ન ખરીદાયેલી હોય તેવી સામગ્રીનું ગ્રહણ હોય છે. આ સાથે આ પ્રતિમામાં સંયમજીવનને અતિ નજીક જવા માટે, સંયમનું કારણ બને તે માટે, શાસ્ત્રમાં નિષ્પન્ન થયેલો શ્રાવક સ્વાધ્યાય અને ધ્યાન યોગમાં યત્ન કરે છે. આ પ્રતિમામાં સ્વાધ્યાય અને ધ્યાનની ક્રિયાઓ મુખ્ય હોય છે અને તે સિવાય સાધુવૈયાવચ્ચ આદિ જે અન્ય ઉચિત કૃત્યો હોય તે પણ દસમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે.
પંચાશકની ટીકા પ્રમાણે દસમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક સર્વ સાવદ્ય પ્રવૃત્તિનો તો અત્યંત ત્યાગ કરે છે, પણ તદુપરાંત ઉદિષ્ટ આહારનો પણ ત્યાગ કરે છે. આ શ્રાવક વાળ પ્રત્યેના મમત્વના ત્યાગાથે મસ્તકે મુંડણ પણ કરાવે. કોઇક શ્રાવક શિખાને પણ રાખે છે. પોતાનાં પુત્રાદિને આજીવિકાના ઉચ્છેદનો પ્રસંગ આવે તેવી કોઇ આપત્તિ આવે, અને ત્યારે જો પુત્રો પૂછે કે તેણે કોઇ ગુપ્તધન રાખેલું છે? તો તે આપત્તિના નિવારણ માટે આ પ્રતિમાપારી શ્રાવક પુત્રોને ગુપ્તધન ક્યાં છે તે કહે, અને સ્મરણ ન હોય તો મને સ્મરણ થતું નથી એમ કહે; પરંતુ એ સિવાય સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં મન-વચન-કાયાથી તેનો યત્ન ન હોય.I૧૦-૧૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org