________________
૨૦૮
0 શ્રાવકપ્રતિમાવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
આ પ્રતિમાને વહન કરનાર શ્રાવકનો બીજો ગુણ ધર્મનો રાગ કહ્યો છે. અહીં ધર્મનો રાગ એટલે ચારિત્રધર્મનો રાગ સમજવો. શ્રાવકને સામાન્યથી જે ચારિત્રધર્મનો રાગ હોય છે તેનાથી પણ પ્રતિમાકાળમાં સંયમનો રાગ તીવ્ર બને છે. તેથી જ દર્શનપ્રતિમામાં તે પ્રધાનરૂપે સંયમી મહાત્માઓના જીવનનું સ્વરૂપ અને સાધુની સામાચારી સાંભળવા માટે અને વારંવાર વિચાર માટે વિશેષ યત્ન કરે છે, જેનાથી શ્રાવકનો ધર્મરાગ અતિશયિત થાય છે.
શ્રાવક પ્રથમ પ્રતિમાના કાળમાં ગુરુ અને દેવના વૈયાવચ્ચમાં પોતાની શક્તિના પ્રકર્ષથી અને સમાધિનો ભંગ ન થાય તે રીતે પ્રયત્ન કરે છે, જેનાથી તેનામાં દર્શનપ્રતિમા સમ્ય રીતે પરિણમન પામે છે.I૧૦-જા
અવતરણિકા :
હવે બીજી વ્રતપ્રતિમાનું સ્વરૂપ બતાવે છે
पंचाणुव्वयधारित्तमणइयारं वएसु पडिबंधो । वयणा तदणइयारा वयपडिमा सुप्पसिद्ध त्ति ॥५॥ पञ्चाणुव्रतधारित्वमनतिचारं व्रतेषु प्रतिबंधः । वचनात्तदतिचारा व्रतप्रतिमा सुप्रसिद्धेति ॥५॥
અન્વયાર્થ :
મળયા પંખુબૈયથારિત્તમ્ અતિચારરહિત પાંચ અણુવ્રતનું ધારણપણું (અને) વાસુપડવંઘવ્રતોમાં પ્રતિબંધ (એ) વયપડિમાં સુપૂસિદ્ધવ્રતપ્રતિમા સુપ્રસિદ્ધ છે. વય તરૂથારી વચનથી તેના=પાંચ અણુવ્રતના અતિચારો (જાણવા). ત્તિ પાદપૂર્તિ માટે છે. (એવો અન્વય ભાસે છે.)
અહીં તUરૂUTIR ના બદલે તયારી હોવું જોઇએ એમ ભાસે છે.
ગાથાર્થ :
અતિચારરહિત પાંચ અણુવ્રતનું ધારણપણું અને વ્રતોમાં પ્રતિબંધ એ વ્રતપ્રતિમા સુપ્રસિદ્ધ છે. વચનથી પાંચ અણુવ્રતના અતિચારો (જાણવા).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org