________________
૨૦૯
| વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 શ્રાવકપ્રતિમાવિંશિકા / ભાવાર્થ :
સામાન્ય રીતે શ્રાવક બાર વ્રતોને ધારણ કરનાર હોય છે, તો પણ શ્રાવક બાર વ્રતોને ગ્રહણ કર્યા પછી બે માસ સુધી આ બીજી પ્રતિમા ધારણ કરે છે. બીજી પ્રતિમામાં પ્રથમની પ્રતિમાની બધી આચરણાઓ પણ અવશ્ય હોય છે. શ્રાવક બીજી પ્રતિમા વખતે નિરતિચારપણે પાંચ અણુવ્રતોમાં યત્ન કરે છે અને તેમાં જ તેના ચિત્તનો અત્યંત પ્રતિબંધ હોય છે. આ પ્રતિમાકાળમાં વિશેષ પ્રકારની જીવદયા અને ધર્મશાસ્ત્રના શ્રવણની ક્રિયા હોય છે એ પ્રકારે પંચાશકમાં કહેલું છે.
શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું છે કે અતિચારરહિત પાંચ અણુવ્રતના ધારણરૂપ બીજી વ્રતપ્રતિમા છે, તેથી શાસ્ત્રનાં વચનો દ્વારા પાંચ અણુવ્રતોના અતિચારોને જાણવા જોઇએ, એ પ્રકારે શ્લોકના ઉત્તરાર્ધમાં નિર્દેશ કરેલ હોય એમ જણાય છે.ll૧૦-પા
અવતરણિકા :
હવે ત્રીજી સામાયિકપ્રતિમા કહે છે
तह अत्तवीरिउल्लासजोगओ रयतसुद्धिदित्तिसमं । सामाइयकरणमसइ सम्मं सामाइयप्पडिमा ॥६॥ तथात्मवीर्योल्लासयोगतो रजतशुद्धिदीप्तिसमम् । सामायिककरणमसकृत्सम्यक्सामायिकप्रतिमा
Tદ્દા
અન્વયાર્થ :
તદ તે પ્રકારના સત્તવારિ૩&ાસનોપાડો આત્મવીર્ષોલ્લાસના યોગથી તિદ્ધિવિત્તિસનં રજતની શુદ્ધિની દીપ્તિ સમાન મસરૂ સમં સામાફિર અનેક વાર સમ્યમ્ સામાયિકનું કરણ સામારૂપૂમિ (એ) સામાયિકપ્રતિમા છે.
ગાથાર્થ :
તે પ્રકારના આત્મવીર્યોલ્લાસના યોગથી રજતની શુદ્ધિની દીપ્તિ સમાન અનેક વાર સમ્યગ સામાયિકનું કરણ એ સામાયિકપ્રતિમા છે.
ભાવાર્થ :
પંચાશકમાં બતાવેલ છે તે પ્રમાણે સામાયિક કરનાર શ્રાવક સાવદ્ય વ્યાપારના
V -૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org