________________
૨૦૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
ઇ શ્રાવકધર્મવિશિકા
૬
"અસમંજસ પ્રવૃત્તિઓના વિપાકમાં અથવા ક્ષણલાભદીપનામાં, અથવા °વિવિધ પ્રકારના ધર્મના ગુણોની વિચારણામાં, અથવા- બાધક દોષના વિપક્ષની વિચારણામાં, અથવા ધમિચાર્યમાં, અથવા॰ઉઘતવિહારીનાવિષયમાં ચિત્ત સ્થાપન કરવું જોઇએ. આ પ્રકારના દસ ભાવોમાં ચિત્તનો વિન્યાસ સંવેગના પરિણામરૂપ રસાયન આપે છે.
ભાવાર્થ:
સૂતા પછી ગમે ત્યારે જાગ્રત થાય ત્યારે શ્રાવકે આત્મહિત સાધવા માટે નીચેના પદાર્થોમાં ચિત્તનો વિન્યાસ કરવો જોઇએ
(૧) સૂક્ષ્મ પદાર્થોમાં ચિત્તનું સ્થાપન કરે ઃ
ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થો સ્થૂળ પદાર્થો છે, જ્યારે આત્મા-કર્મ-કર્મજન્યભાવો વગેરે સૂક્ષ્મ પદાર્થો છે. બુદ્ધિને સ્પર્શે તે રીતે શ્રાવકે સૂક્ષ્મ પદાર્થોનું શાસ્ત્રાનુસારી સમ્યગ્ ચિંતન કરવું જોઇએ, જેનાથી સંવેગની વૃદ્ધિ થાય છે.
(૨) ભવસ્થિતિના પર્યાલોચનમાં ચિત્તનું સ્થાપન કરવું જોઈએ ઃ
આ સંસારનું સ્વરૂપ જ વિચારકને મહાઉદ્વેગ પેદા કરાવે તેવું છે. સંસારમાં કર્મને પરવશ થઇને જીવો ચારે ગતિમાં ભટકે છે, કર્મને પરવશ પરિણામો કરે છે અને સુખની ઇચ્છા હોવા છતાં દુ:ખના ઉપાયોને સેવીને દુઃખની પરંપરા પ્રાપ્ત કરે છે. ભવસ્વરૂપના અજ્ઞાનને કારણે જ જીવની આવી કર્માધીન સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેથી સંસારથી છૂટવાની ભાવનાવાળા શ્રાવકે પોતાની બુદ્ધિનો ઉપયોગ ભવસ્થિતિની વિચારણા કરવામાં કરવો જોઇએ.
(૩) અધિકરણના ઉપશમવાળા ચિત્તમાં બુદ્ધિનું સ્થાપન કરે ઃ
સંસારમાં નિમિત્તોને પામીને જે જે મનોવૃત્તિઓ થાય છે અને તેને અનુરૂપ જે જે પ્રવૃત્તિઓ થાય છે તે સર્વ મનોવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કર્મબંધનું કારણ છે. તેથી ચિત્તનું કાલુષ્ય કરનાર સંસારની પ્રવૃત્તિઓ જ અધિકરણરૂપ છે. તેથી જ શ્રાવક જ્યારે ઊંઘમાંથી જાગી જાય ત્યારે, સંસારની પ્રવૃત્તિઓને અનુકૂળ ભાવોને અટકાવવા માટે, સાંસારિક ભાવો જે પોતાને થાય છે તેનાથી વિરુદ્ધ ભાવોમાં ચિત્તનો વિન્યાસ કરે; જેથી ઉપયોગના પ્રકર્ષથી એવી મનોવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ ધીરે ધીરે અલ્પ થતી
જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org