________________
૧૯૯
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન
O શ્રાવકધર્મવિશિકા G
જોઇએ અથવા તો પોતે અધ્યયન કરેલા ગ્રંથોનાં સૂત્ર અને અર્થચિંતનથી આત્માને ભાવિત કરી શકે તેવી ભૂમિકામાં હોય તો તેમાં યત્ન કરવો જોઇએ.
શ્રાવક રાત્રે ઘરે જાય અને ત્યાં વિધિપૂર્વક શયન કરે. શયન કરતી વખતે ગુરુદેવતા આદિનું સ્મરણ કરવું અને આદિ પદથી શ્રાવકને ઉચિત ક્રિયાનું સ્મરણ કરવું જોઇએ, અને ક્રિયાઓ જીવમાં કેવા ઉત્તમ પ્રકારના ગુણો પેદા કરે છે તેનું સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક સમાલોચન કરવું જોઇએ, કે જેથી પોતાના કરાયેલા જિનાર્ચાદિ કૃત્યોમાં અતિશય આધાન કરનાર પરિણામ ઉત્પન્ન થાય, અને ઉત્તરમાં પણ તે ક્રિયાઓ વિશેષ ગુણનિષ્પત્તિનું કારણ બને, અને ઊંઘમાં પણ તે સત્કૃત્યો પ્રત્યે વિશેષ પક્ષપાતના સંસ્કારો અવસ્થિત રહે.
તે
વળી સૂતી વખતે અબ્રહ્મચર્યના વિષયમાં શ્રાવકે સ્વશક્તિને અનુરૂપ વિરતિ કરવી જોઇએ અને તેના માટે જ ચિત્તને ભાવિત કરવાના યત્નરૂપે મોહની જુગુપ્સા કરવી જોઇએ, અર્થાત્ પદાર્થની દષ્ટિએ વિચારવું જોઇએ કે, “આવેગ અને શ્રમમાત્રરૂપ આ ક્રિયાઓ છે; તેથી મોહનો પરિણામ ન હોય તો તે ભોગની ક્રિયાઓમાં લેશમાત્ર પણ સુખ નથી, કેવળ મોહથી વ્યાકુળ થયેલા જીવને ક્ષણમાત્ર સુખનો અનુભવ વિકારને કારણે થાય છે.” આ પ્રકારનું ચિંતવન કરવાથી (ભોગની ક્રિયારૂપ મોહ પ્રત્યે જુગુપ્સા થાય છે, તેનાથી) વિરતિના પરિણામમાં દઢતા આવે છે. વળી સ્રીશરીરના સ્વતત્ત્વની ચિંતા કરવી જોઇએ એટલે સ્રીશરીરના સ્વરૂપનું ચિંતવન કરવું જોઇએ. સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવું જોઇએ કે બધા શરીરમાં આત્મદ્રવ્ય સમાન છે અને શરીર લોહી-માંસ-રૂધિર અને હાડકાંના સમુદાયરૂપ છે, જેનાં દર્શન-સ્પર્શન આદિ કોઇ ક્રિયાથી જીવને કાંઇ પ્રાપ્ત થતું નથી; કેવળ અંતરંગ મોહના પરિણામને કા૨ણે જ જીવને તેવી વૃત્તિઓ થાય છે. વળી અબ્રહ્મથી નિવૃત્ત એવા મુનિઓમાં બહુમાનભાવ થાય તે રીતે પદાર્થનું ચિંતવન કરવું જોઇએ, જેથી વિકારોનો પ્રાદુર્ભાવ જ ન થાય.II૯
૧૨/૧૩/૧૪/૧૫/૧૬/
અવતરણિકા :
પૂર્વમા શ્રાવકની સવારના ઊઠવાથી માંડીને રાતના સૂવા સુધીની ક્રિયાનું સ્વરૂપ બતાવ્યું. હવે સૂઇ ગયા પછી ગમે ત્યારે જાગ્રત થાય ત્યારે સંવેગની વૃદ્ધિ માટે શ્રાવકે શું કરવું જોઈએ તે બતાવતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org