________________
0 શ્રાવકધર્મવિંશિકા
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૯૨
(૭) ઉત્તરગુણમાં શ્રદ્ધાથી -
જે વ્રતો પોતે ગ્રહણ કર્યા છે તેની ઉપરના ગુણો મેળવવા માટેની તીવ્ર અભિલાષાથી સદા વ્રતોમાં યત્ન કરવો જોઈએ. તો જ ખરેખર તે વ્રતો સાનુબંધ ગુણની પ્રાપ્તિનું કારણ બનીને ક્રમે કરીને પૂર્ણ ગુણની નિષ્પત્તિનું કારણ બને છે. ઉત્તરગુણો પ્રત્યે જો તીવ્ર રુચિ ન હોય તો, વ્રતનું ગ્રહણ અને પાલન હોય તો પણ, ગુણસ્થાનક આવી શકે નહીં.
તેથી જ વ્રતના પરિણામને જેમણે પ્રાપ્ત કરવો હોય અને પ્રાપ્ત કરીને નિષ્ઠા સુધી પહોંચાડવો હોય તેણે સદા નિત્યસ્મૃતિ આદિથી વ્રતના વિષયમાં પ્રયત્ન કરવો જોઇએ.II૯-૭/૮/૯II
एवमसंतो वि इमो जायइ जाओ वि न पडइ कयाइ । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ॥१०॥ एवमसन्नप्ययं जायते जातोऽपि न पतति कदाचित् । तदत्र बुद्धिमताऽप्रमादो भवति कर्तव्यः ॥१०॥
અન્વયાર્થ :
વિમ્ આ રીતે આઠમી અને નવમી ગાથામાં વર્ણન કર્યા મુજબ નિત્યસ્મૃતિ આદિમાં સદા યત્ન કરવાથી અસંતો વિ અવિદ્યમાન પણ રૂમો આ=દેશવિરતિનો પરિણામ જાહેર થાય છે, નાગો વિ ન પડફ ફિ અને થયેલો પણ ક્યારેય પડતો નથી. તા તે કારણથી અહીંયાં આઠમી અને નવમી ગાથામાં બતાવાયેલા નિત્યસ્મૃતિ આદિ ભાવોમાં વૃદ્ધિમાં બુદ્ધિમાને અપમાગો અપ્રમાદ વડ્યો દોરૂ કરવો જોઇએ.
ગાથાર્થ :
આ રીતે આઠમી અને નવમી ગાથામાં વર્ણન કર્યા મુજબ નિત્યસ્મૃતિ આદિમાં સદા યત્ન કરવાથી અવિદ્યમાન પણ દેશવિરતિનો પરિણામ થાય છે, અને થયેલો પણ ક્યારેય પડતો નથી. તેથી આઠમી અને નવમી ગાથામાં બતાવાયેલા નિત્યસ્મૃતિ આદિ ભાવોમાં બુદ્ધિમાને અપ્રમાદ કરવો જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org