________________
૧૯૧
- વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ! શ્રાવકધર્મવિંશિકા (3) પ્રતિપક્ષની જુગુપ્સાથી -
વ્રતના પરિણામથી વિરુદ્ધ પરિણામની જુગુપ્સામાં યત્ન કરવો જોઈએ. દેશવિરતિ ગ્રહણ કરી હોય તો સમ્યત્વના અને અણુવ્રતના પ્રતિપક્ષ એવા મિથ્યાત્વ અને હિંસાદિ અવ્રતોનું ચિંતવન કરીને તેમના પ્રત્યે જુગુપ્સા પેદા થાય તેવો યત્ન કરવો જોઈએ, જેથી અનાદિના સંસ્કારને કારણે પણ અંતઃપરિણતિથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થઈ ન શકે, અને ઉત્પન્ન થયો હોય તો પણ ક્ષીણ ક્ષીણતર થઈને નાશ થઈ જાય.
(૪) પરિણતિની આલોચનાથી -
સમ્યક્ત અને અણુવ્રત આદિ ગુણોના સેવનથી ક્રમસર ગુણવૃદ્ધિ દ્વારા સર્વવિરતિ અને યાવત્ વીતરાગતાની પ્રાપ્તિ થાય છે, જ્યારે મિથ્યાત્વાદિ દોષો અનાદિ સંસારની વૃદ્ધિ કરીને દુરંત સંસાર ફળ આપે છે. આ પ્રકારે વ્રત અને અવ્રતની પરિણતિનું આલોચન કરવાથી વ્રતને અભિમુખ ભાવ દઢ થાય છે અને વિપરીત ભાવો પ્રત્યે વિમુખભાવ સ્થિર થાય છે. તેથી દેશવિરતિધર શ્રાવકે વ્રત અને અવ્રતની પરિણતિનું આલોચન કરવું જોઇએ.
(૫) તીર્થકરની ભક્તિથી -
વ્રતો ગ્રહણ કર્યા પછી વ્રતોના પરિણામની નિષ્પત્તિ માટે કે પરિણામના રક્ષણ માટે હંમેશાં પૂર્ણ ગુણસંપન્ન તીર્થંકર પ્રત્યે ભક્તિને અતિશયિત કરવી જોઇએ. તીર્થકરના અવલંબનથી તે તે ગુણોને અભિમુખ જીવવીર્ય ઉલ્લસિત થાય છે. વળી, આ તીર્થકર પોતે જીવનમાં વ્રતોને સમ્યગુ સેવીને નિષ્ઠાને પામેલા છે, અને એ જ વ્રતો જગતના જીવોને આપીને એમણે જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેથી આ વ્રતોનું આદ્ય ઉત્પત્તિસ્થાન તીર્થકરો છે. માટે તેમની ભક્તિ કરીને હું પણ ગુણોને વિકસાવું, એ પ્રકારના આશયથી વ્રતોની પરિણતિ પ્રગટે છે, અને પ્રગટેલી સ્થિર થાય છે.
(૬) સુસાધુજનની પપાસનાથી -
દેશવિરતિ ગ્રહણ કર્યા પછી શ્રાવકે સર્વત્ર નિરભિવંગ ચિત્તવાળા સર્વવિરતિધર સુસાધુઓની ઉપાસના કરીને વારંવાર તેમના ઉત્તમ ચિત્તને નિહાળવું જોઇએ. સુસાધુની સેવા-ભક્તિથી શ્રાવક પાંચ મહાવ્રતને અભિમુખ થાય એવો પોતાનો પરિણામ ઉલ્લસિત કરી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org