________________
૧૮૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન / શ્રાવકધર્મવિંશિકા 0 દિ પવકારનું યોજન દુવાસાની સાથે છે, અર્થાત બાર પ્રકારનો “જ” શ્રાવકધર્મ હોય છે.
ગાથાર્થ :
- પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનો શ્રાવકધર્મ હોય છે.II૯-૩
અવતરણિકા -
ત્રીજી ગાથામાં શ્રાવકનાં બાર વ્રતો બતાવ્યાં. હવે તે વ્રતોથી શ્રાવકધર્મ કઈ રીતે જીવમાં પ્રગટે છે તે બતાવતાં કહે છે
एसो य सुप्पसिद्धो सहाइयारेहिं इत्थ तंतम्मि । कुसलपरिणामरूवो नवरं सइ अंतरो नेओ ॥४॥ एष च सुप्रसिद्धः सहातिचारैरत्र तन्त्रे । कुशलपरिणामरूपः केवलं सदाऽऽन्तरो ज्ञेयः ॥४॥
અન્વયાર્થ :
રૂસ્થ તંતષ્યિ અને આ ભગવાનના શાસનમાં સહાયરેટિંઅતિચારોથી સહિત એવો સો આ શ્રાવકધર્મ સુપૂસિદ્ધો સુપ્રસિદ્ધ છે. નવાં ફક્ત (તે) સંતરો સનપરિણામરૂવો અંતરંગ કુશલપરિણામરૂપ સરૂ સદા નેકો જાણવો.
ગાથાર્થ -
આ ભગવાનના શાસનમાં અતિચારોથી સહિત એવો શ્રાવકધર્મ સુપ્રસિદ્ધ છે. ફક્ત તે અંતરંગ કુશલપરિણામરૂપ સદા જાણવો.
ભાવાર્થ :
ભગવાનના શાસનમાં બાર વ્રતોસ્વરૂપ શ્રાવકધર્મ પ્રસિદ્ધ છે. આ બાર વ્રતોના સામાન્યથી ૧૨૪ અતિચારો પણ પ્રસિદ્ધ છે. આ અતિચારોના સમ્યગુબોધપૂર્વક તેના પરિહાર માટે શ્રાવક યત્ન કરે તો જ તેનો ધર્મ શુદ્ધ શ્રાવકધર્મ બને છે. આમ છતાં, શ્રાવકધર્મ ખાલી વ્રતોની આચરણારૂપ નથી પરંતુ જીવના અંતરંગ પરિણામરૂપ છે. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org